બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Manmohan Singh alleged that the past five years only witnessed "stench" of corruption peaking to "unimaginable proportions"

નિવેદન / યુવાનો, ખેડૂતો, વ્યાપારીઓ માટે સૌથી ત્રાસદીપૂર્ણ અને વિનાશકારી રહ્યું મોદી શાસન: મનમોહન સિંહ

vtvAdmin

Last Updated: 07:50 PM, 5 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બહારનો રસ્તો દેખાડવો જોઇએ, પાંચ વર્ષમાં તેમનો કાર્યકાળ ભારતના યુવાનો, ખેડૂતો, વ્યાપારીઓ અને તમામ લોકતાંત્રિક સંસ્થા માટે સર્વાધિક ત્રાસદીપૂર્ણ અને વિનાશકારી રહ્યા છે. સિંહે પીટીઆઇ સાથેના એક વિશેષ ઇન્ટરવ્યૂમાં એ ઘારણાને ફગાવી દીધી જેમાં મોદીના પક્ષમાં લહેર ચાલી રહી છે. એમણે કહ્યું કે લોકોએ એવી સરકારને બહાર કરવાનો રસ્તો બતાવવાનું મન બનાવી લીધુ છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બહારનો રસ્તો દેખાડવો જોઇએ, પાંચ વર્ષમાં તેમનો કાર્યકાળ ભારતના યુવાનો, ખેડૂતો, વ્યાપારીઓ અને તમામ લોકતાંત્રિક સંસ્થા માટે સર્વાધિક ત્રાસદીપૂર્ણ અને વિનાશકારી રહ્યા છે. સિંહે પીટીઆઇ સાથેના એક વિશેષ ઇન્ટરવ્યૂમાં એ ઘારણાને ફગાવી દીધી જેમાં મોદીના પક્ષમાં લહેર ચાલી રહી છે. એમણે કહ્યું કે લોકોએ એવી સરકારને બહાર કરવાનો રસ્તો બતાવવાનું મન બનાવી લીધુ છે. જે વિકાસમાં વિશ્વાસ નથી રાખતી. માત્ર વૈમનસ્યના આધારે રાજનીતિક અસ્તિત્વને લઇને ચિંતિત રહે છે. મોદી સરકાર પર મોટો હુમલો કરતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે નોટબંધી કદાચ સ્વતંત્ર ભારતનો સૌથી મોટો ગોટાળો હતો. 

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે વિના બોલાવ્યા પાકિસ્તાન જવું, આંતકવાદી હુમલાની તપાસ મામલે પાકિસ્તાન જાસૂસી સંસ્થા આઇએસઆઇને પઠાનકોટ એરપોર્ટ પર આમંત્રિત કરવી, તમામ પાકિસ્તાન પર મોદીની બેદરકારીપૂર્ણ નીતિ અસંગતિપૂર્ણ છે. ભારતના આર્થિક સુધારાઓના પ્રણેતા માનવામાં આવતા મનમોહન સિંહે કહ્યું કે ભારત આર્થિક મંદી તરફ અગ્રેસર છે. એમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે અર્થવ્યવસ્થાને ખૂબજ ખરાબ હાલતમાં લાવી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિંહે કહ્યું કે લોકો રોજે-રોજની નિવેદનબાજી અને વર્તમાન સરકારના દેખાડાથી તંગ આવી ચૂક્યા છે. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે ભાજપ વિરુદ્ધ લોકોમાં લહેર છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદ અને આતંકવાદના મુદ્દા પર ભાજપના ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસનો જબાવ આપતા પૂર્વ વડાપ્રધાને મોદીની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા છે. એમણે કહ્યું કે એ દુ:ખની વાત છે કે પુલવામાં હુમલા બાદ સુરક્ષા મામલાની સીસીએસની બેઠકની અધ્યક્ષતા કરવાની જગ્યાએ વડાપ્રધાન મોદી જિમ કોર્બેટ પાર્કમાં ફિલ્મોની શૂટિંગ કરી રહ્યા હતા. પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.

એમણે દાવો કર્યો કે પુલવામામાં સમગ્ર ખાનગી અસફળતા આતંકવાદનો સામનો કરવાને લઇને સરકારની તૈયારીઓની પોલ ખોલી નાંખી છે. સિંહે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા પર મોદી સરકારનો રેકોર્ડ નિરાશાજનક છે કેમકે આતંકવાદની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. મોદીના રાષ્ટ્રવાદના વિમર્શ પર એમણે કહ્યું કે સો વાર બોલવામાં આવેલું કોઇ જુઠ્ઠાણું સાચું નથી થઇ જતું.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે ગત પાંચ વર્ષમાં માત્ર જમ્મૂ કાશ્મીરમાં જ આંતકવાદી હુમલાની ઘટનાઓમાં 176 ટકાની વૃદ્ધિ થઇ છે. પાકિસ્તાન સાથેની સીમા પર સંઘર્ષ વિરામના ભંગની ઘટનાઓ એક હજાર ટકા સુધી વધી છે. સિંહે વધુમાં કહ્યું કે વિભાજન અને નફરત ભાજપના પર્યાય બની ગયા છે. અને તે સામાજિક તણાવ પર ઉભા થાય છે. સિંહે કહ્યું કે જે સરકાર વિકાસમાં વિશ્વાસ નથી રાખતી, તે રાજનીતિક અસ્તિત્વને લઇને ચિંતિત રહેતી હોય છે. તેને બહારનો રસ્તો દેખાડવો જોઇએ. સિંહે આરોપ લગાવ્યો, બેન્કો સાથે છેતરપિંડી કરીને દેશમાંથી ભાગી નીકળતા કૌભાંડી અને ઉચ્ચ રાજનીતિક પદો પર બેઠેલા લોકો વચ્ચે નિશ્ચિત રીતે સાંઠગાંઠ છે.

સિંહે કહ્યું કે ભાજપનું રાજનીતિક સંકટ તેના અસફળ ટ્રેક રિકોર્ડથી ઉત્પન્ન થઇ છે. એમણે દાવો કર્યો કે પાર્ટી પ્રતિદિન નવી સંભાવનાની ખોજ કરી રહી છે. એ દેશ માટે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ દેવાળું ફુંકવા સમાન દર્શાવે છે. સિંહે કહ્યું કે મોદી સરકારના પાંચ વર્ષનો કાર્યકાળ શાસન અને જવાબદેહીમાં નિષ્ફળતાની એક દુખદ કહાની છે. વર્ષ 2014માં મોદીજી અચ્છે દિનના વાયદા સાથે સત્તા પર આવ્યા હતા. મોદીના પાંચ વર્ષના કાર્યકાળ ભારતના યુવાનો, ખેડૂતો, વ્યાપારીઓ અને તમામ લોકતાંત્રિક સંસ્થાઓ માટે સર્વાધિક ત્રાસદીપૂર્ણ અને વિનાશકારી રહ્યા છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે જનતા મોદી સરકાર અને ભાજપને ફગાવી દેવાનું મન બનાવી ચૂકી છે, જેથી ભારતના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાય. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે એક વ્યક્તિ ભારત જેવી વિવિધતાપૂર્ણ દેશમાં 'એક વ્યક્તિ' ની વિચાર પ્રક્રિયા અને ઇચ્છા લાગૂ કરી લોકોની આકાંક્ષાઓ અને આશાઓ સાથે કોઇ ન્યાય કરશે નહીં. 

શું ચૂંટણીની રાષ્ટ્રપતિ પ્રણાલી ચૂંટણી લોકતંત્રના માટે યોગ્ય છે પૂછવા પર સિંહે કહ્યું કે ભારતમાં પ્રતિનિધિત્વ ખુબ મહત્વપૂર્ણ છે. કોઇ એક વ્યક્તિ ન ભારતના ભારતના 130 કરોડ લોકોની તમામ ઇચ્છાઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે અને ન એમની સામેની સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે. આ વિચારને ભારતમાં લાગૂ કરી શકાય તેમ નથી. વિદેશ નીતિ મુદ્દા પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે ભારતે હંમેશા રાષ્ટ્રીય હિતોને સર્વોપરિ રાખ્યો છે, ન કોઇ વ્યક્તિની છબિના નિર્માણને.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ