નિર્ણય /
BIG NEWS: ટ્વિટરનો કલબલાટ વધતા ઈન્ડિયાના MD મનીષ મહેશ્વરી ભારત છોડશે, અમેરિકાથી કામ કરવાની તૈયારી
Team VTV06:06 PM, 13 Aug 21
| Updated: 06:48 PM, 13 Aug 21
ભારતમાં દરરોજ ધડાધડ કોંગ્રેસી નેતાઓને ટ્વીટર એકાઉન્ટ લોક થવાના સમાચારો વચ્ચે ટ્વીટરે ભારતમાં રહેલા પોતાના MDને અમેરિકા બોલાવ્યા છે.
મનિષ મહેશ્વરીને ટ્વીટરે બોલાવ્યા અમેરિકા
છેલ્લા કેટલાક સમયથી ટ્વીટર વિવાદમાં
અમેરિકાથી જ કામકાજ સંભાળશે મહેશ્વરી
મળતી વિગતો પ્રમાણે, ટ્વીટર ઈન્ડિયાના વડા મનીષ મહેશ્વરીને ભારતમાંથી હટાવીને અમેરિકા બોલાવાયા છે. આ પહેલા તેઓ ગાઝિયાબાદમાં એક વૃદ્ધને માર મારવાના વિવાદને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. તો સરકારની પોલીસીના ઉલ્લંઘને લઈને પણ ટ્વીટર સતત વિવાદમાં રહ્યું છે.
Manish Maheshwari (Managing Director of Twitter India) is staying at Twitter, and moving into a new role based in San Francisco as Senior Director, Revenue Strategy and Operations focused on New Market Entry: Yu Sasamoto, Vice President of Japan & Asia Pacific, Twitter.
ટ્વીટરની આ કાર્યવાહીને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર તેમજ ટ્વીટર પર પ્રહાર કર્યા હતા. જેમા તેમણે કહ્યું કે ટ્વીટર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે. તેના પરથી કહી શકાય કે તે તટસ્થ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી. સાથેજ રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે ટ્વીટર સરકારના દબાણમાં આવીને આ કામ કરી રહ્યું છે.
2009માં છોડ્યું હતુ નેટવર્ક 18
મનીષ મહેશ્વરીએ 18 એપ્રિલ 2009માં નેટવર્ક 18 છોડ્યા બાદ ટ્વીટર ઈન્ડિયા જોઈન કર્યું હતું અને અત્યારે તેઓ અમેરિકામાં સીનિયર ડાયરેક્ટર, રિવેન્યૂ સ્ટ્રેટજી એન્ડ ઓપરેશન્સનું કામ સંભાળશે. ટ્વીટરના પ્રવક્તાએ કહ્યું- અમે તે વાતની પુષ્ટી કરીએ છીએ કે મનીષ ટ્વીટરની સાથે રહેશ અને નવા રોલમાં સાન ફ્રાન્સિસ્કોમાં સીનિયર ડાયરેક્ટર, રેવન્યૂ સ્ટ્રેટેજીની રીતે કામ કરશે.
ટ્વીટર વિવાદ શું છે ?
કેન્દ્ર સરકારે નવી આઇટી પોલીસી બનાવી છે
પોલીસી મુજબ સોશિ. મીડિયા કંપનીએ ભારતના કાયદા માનવાના થાય છે
ટ્વીટરે ભારતીય કાયદાની ના પાડી હતી
સુપ્રિમ કોર્ટ અને સરકારના આદેશ બાદ પણ ટ્વીટર માન્યું ન હતું
ટ્વીટરે વિદેશી પોલીસ ભારતમાં લાગુ પડશે તેનું કહ્યું હતું