બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Man Takes Thumb Impression of Dead Woman on Legal Documents, Viral Video Leaves Netizens Furious

સંપત્તિ ભૂખ્યા / છેલ્લી હદે ગયા સગા ! વીલમાં મરેલી મહિલાનો અંગૂઠો લગાવીને પચાવી પાડી લાખોની મિલકત, ચોંકાવનારો વીડિયો

Hiralal

Last Updated: 08:19 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના આગરામાં સગાવહાલાઓએ મિલકત હડપી લેવા મૃતક મહિલાના અંગૂઠા સિકકો દસ્તાવેજમાં લીધો છે.

  • યુપીના આગરામાં સગાઓ થયા સ્વાર્થી
  • મહિલાની લાશનો અંગૂઠાનો સિક્કો લીધો
  • મૃતક મહિલાની સંપત્તિ પચાવી પાડવા દસ્તાવેજોમાં અંગૂઠાની છાપ લીધી
  • વીડિયો વાયરલ થયા બાદ પોલીસે શરુ કરી તપાસ 

સંપત્તિ ભૂખ્યા સગામાં શરમનો કે દયાનો છાંટો પણ ન રહે તે વાત સાચી છે. યુપીના આગરામાં મિલકત પચાવી પાડવા મહિલાના સગાએ જે પ્રકારનું કૃત્ય કર્યું તેનાથી તો આઘાત પામી જવાય તેવું છે. હકીકતમાં તેમના સગાની એક મહિલા મોટી સંપત્તિ મૂકીને મરી ગઈ હતી તેના પતિનું હજુ હમણાં જ મોત થયું હતું, હવે સંપત્તિ સિવાય પાછળ કોઈ રહ્યું ન હતું હવે સંપત્તિનું શું કરવું, કારણ કે મહિલાએ કોઈ વીલ પણ બનાવ્યું નહોતું. મહિલા સહિ કે અંગૂઠાવાળું વીલ હોય તો હજુ કંઈ થઈ શકે તેમ પણ નહોતું પરંતુ આ દરમિયાન સગામાં મૃતક મહિલાની મિલકત પચાવી પાડવાની એવી લાલસા ઉપડી કે તેમણે અંતિમ કક્ષાનું અધમ કહી શકાય તેવું પગલું ભરી લીધું.  

વાયરલ વીડિયોમાં ચોંકાવનારુ જોવા મળ્યું

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મૃત મહિલાની થમ્બપ્રિન્ટ તેના સંબંધીઓ દ્વારા વસિયતનામું બનાવવાના પ્રયાસમાં લેવામાં આવી હતી. આ ચોંકાવનારી હરકતનો વીડિયો વાયરલ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ આ વીડિયો 2021નો છે. મહિલાના પૌત્ર જીતેન્દ્ર શર્માએ પોલીસમાં ફરિયાદ કરી ગુનેગારોની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. જીતેન્દ્ર શર્માએ પોલીસમાં આપેલી ફરિયાદમાં કહ્યું  8 મે, 2021 તેની કાકી કમલાદેવીનું અવસાન થયું હતું. તેમના પતિનું અગાઉ અવસાન થયું હતું અને આ દંપતીને કોઈ સંતાન નહોતું.

અંતિમવિધિનું બહાનું કાઢીને લાશ લઈ ગયા, વચ્ચે વિલમાં લીધો લાશનો અંગૂઠો 
શર્માના જણાવ્યા અનુસાર, વૃદ્ધ મહિલાના મોત બાદ તેના સાળાના પુત્રો તેના મૃતદેહને લઈ ગયા હતા, અને દાવો કર્યો હતો કે તેઓ તેને આગ્રાની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે. થોડે આગળ, તેઓએ કથિત રૂપે કાર રોકી અને એક વકીલને "બનાવટી વસિયતનામું" પર તેના અંગૂઠાની છાપ લેવા માટે બોલાવ્યો. બનાવટી દસ્તાવેજના આધારે, તેઓએ મકાન અને દુકાન સહિતની મિલકતો કબજે કરી હતી.
શર્માએ જણાવ્યું હતું કે પરિવારને શંકા ગઈ કારણ કે કમલા દેવીએ અંગૂઠાની છાપ નહીં પણ સહીનો ઉપયોગ કરતાં હતા. તેમની શંકાની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે તાજેતરમાં સામે આવેલા 45 સેકન્ડના એક વીડિયોમાં બતાવવામાં આવ્યું કે એક વકીલે સ્ટેમ્પ-પેડ પર મહિલાના અંગૂઠાનો ઉપયોગ કર્યો અને તેના અંગૂઠાની છાપ અનેક પેજ પર લીધી ત્યારે કારની પાછળની સીટમાં લાશ પડી હતી.

વકીલનું લાઈસન્સ રદ કરો- લોકોની માગ 
જીતેન્દ્ર શર્માની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ સામે તપાસ શરુ કરી દીધી છે. લોકોએ પણ આ ઘટના પર ભારે આઘાતની લાગણી વ્યક્ત કરીને તેમને અમાનવીય ગણાવ્યાં હતા. ઘણા લોકોએ વકીલ સામે કાર્યવાહી કરવાની હાકલ કરી હતી, તેમનું લાઇસન્સ રદ કરવું જોઈએ તેવું સૂચન કર્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ