બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Man Has No Control Over Wife's Property, Says Supreme Court

ન્યાયિક / 'પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ હક નહીં, લગ્નમાં મળેલી ભેટ તેનું શ્રીધન'- સુપ્રીમનો ચુકાદો

Hiralal

Last Updated: 12:59 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓની સંપત્તિને લઈને એક મહત્વની ટીપ્પણી કરી છે. સુપ્રીમે કહ્યું કે મહિલાઓની સંપત્તિ પર તેના પતિનો કોઈ હક નથી.

પત્નીની મિલકત પર પતિનો હક છે કે નહીં? આને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્પસ્ટ ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ હક નથી કે તે તેની સંપત્તિનો વહિવટ પણ ન કરી શકે. જોકે દુખના દિવસોમાં પતિ તેની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યાર બાદ તે પત્નીને પરત કરવી તેની નૈતિક ફરજ છે. આ ચુકાદો જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે અરજદાર પતિને તેની પત્નીને તેના ઘરેણા ગુમાવવા બદલ 25 લાખનું વળતર ચુકવી આપવાનો આદેશ આપ્યો હતો. 

વધુ વાંચો : બધા દેવ રિઝ્યા કે શું? નિસંતાન મહિલાએ એકીસાથે 6 બાળકોને જન્મ આપ્યો, કેવી રીતે બન્યું?

શું હતો કેસ 
આ કેસમાં મહિલાએ એવો દાવો કર્યો હતો કે લગ્ન સમયે તેના પરિવાર દ્વારા તેને 89 સોવરીન ગોલ્ડની ભેટ આપવામાં આવી હતી. તે ઉપરાંત લગ્ન પછી તેના પિતાએ તેના પતિને 2 લાખનો ચેક પણ આપ્યો હતો. પરંતુ લગ્નની પહેલી રાતીએ પતિએ તેના ઘરેણા કબજે કરી લીધાં હતા અને સલામત રાખવાના બહાને સાસુને આપી દીધા હતા. પરંતુ તેમણે આ બધા ઘરેણા વેચીને લગ્નનો ખર્ચો કાઢ્યો હતો. 2011ની સાલમાં ફેમિલી કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે માતા અને પતિએ મહિલા ઘરેણાનો દુરપયોગ કર્યો હતો અને તેને વળતર મળે તેવું સુનિશ્ચિત કર્યું હતું. જોકે કેરળ હાઈકોર્ટે અરજી ફગાવી દેતા મહિલા સુપ્રીમમાં પહોંચી હતી.

લગ્ન પહેલા મળેલી સંપત્તિ સ્ત્રીનું શ્રીધન 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન પહેલા મહિલાને ભેટમાં આપવામાં આવેલી વસ્તુઓ કે સંપત્તિ મહિલાનું શ્રીધન છે અને તેની પર એકમાત્ર મહિલાનો હક છે. આ ચુકાદો જાહેર કર્યાં બાદ સુ્પ્રીમ કોર્ટે પતિને તેની પત્નીને ઘરેણાની અવેજમાં 25 લાખ રુપિયા ચુકવી દેવાનો આદેશ આપ્યો હતો. 

પત્ની પતિની અંગત સંપત્તિ નથી
ઉલ્લેખનીય છે કે આ પહેલાના ચુકાદામાં પણ સુપ્રીમ સ્પસ્ટ કરી ચૂકી છે કે પત્ની પતિની અંગત સંપત્તિ નથી. પત્નીને પતિ સાથે રહેવાની ફરજ ન પાડી શકાય. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ