બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Make daughter age 21 for marriage', SPG president Lalji Patel writes to CM Bhupendra Patel

રાજકોટ / લગ્ન માટે દીકરીની ઉમર 21 વર્ષની કરો', SPG પ્રમુખ લાલજી પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

Vishal Khamar

Last Updated: 08:17 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં SPG દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે SPG ના પ્રમુખ લાલજી પટેલ દ્વારા લગ્નનાં કાયદાની ઉંમર મર્યાદામાં સુધારો કરવાની માંગ કરી હતી. તેમજ જે દીકરીઓ ભાગીને લગ્ન કરે તેનાં કાયદાઓમાં સુધારો થવો જોઈએ.

  • રાજકોટમાં SPGનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
  • CM ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
  • લગ્ન માટે દીકરીની ઉંમર 21 વર્ષ કરવામા આવેઃ લાલજી પટેલ

 રાજકોટમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. SPG દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર આપી લગ્નનાં કાયદાનાં સુધારો કરવાની માંગ કરી હતી. તેમજ લગ્ર માટે દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે.  અને દીકરીઓને અમુક યુવકો ફોસલાવી લઈ જાય છે.  તે તમામ બાબતે સુધારો કરવાની એસપીજી દ્વારા માંગ કરાઈ હતી.

રહેઠાણ વિસ્તારમાં જ દીકરીને લગ્નનો દાખલો મળવો જોઈએઃ લાલજી પટેલ
આ બાબેત SPG નાં પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે, લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવામાં આવે. લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારા માટે છેલ્લા ત્રણ વર્ષથી અમારી લડત ચાલી રહી છે. ત્યારે લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો આવે તે માટે આજે પણ અમે મુખ્યમંત્રીને લેટર આપ્યો છે. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. માતા-પિતાને પૂછ્યા વગર એ કાયદામાં સુધારો થવો જોઈએ. 18 વર્ષની દીકરી હોય અને 21 વર્ષનો દીકરો હોય એ કોઈ પણ જ્ઞાતિમાં કે કોઈ પણ સમાજમાં લગ્ન કરી શકે છે. અમે પ્રેમ લગ્નનાં વિરોધી નથી.  પણ જે ખોટી રીતે લગ્ન કરીને લોકો ભાગી જાય છે. અમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને લગ્નનાં કાયદામાં દિકરીની ઉંમર પ્રમાણે લગ્નએ એનાં વિસ્તારમાં એટલે કે ગ્રામ્ય કક્ષાએ હોય તો ગ્રામ પંચાતમાંથી લગ્નનો દાખલો આપવો જોઈએ. અને શહેર વિભાગ હોય તો શહેરની અંદર દાખલો આપવો જોઈએ. 

લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવા માટે તમામ જ્ઞાતિનાં લોકોએ અમને સમર્થન આપ્યુંઃ લાલજી પટેલ (એસપીજી)
ત્યારે લગ્ન ખોટા અટકાવવા માટેની અમારી જે લડત છે. તો લડતને સમર્થન આપવા માટે મુખ્યમંત્રીએ પણ હૈયાધારણા સરદાર પટેલ સ્નેહ મિલન સમારંભમાં આપી હતી.  તો ફરીથી તેમને યાદ કરાવ્યું કે પાંચ મહિનાનો સમયમાં લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવા માટે તમામ જ્ઞાતિનાં લોકોએ અમને સમર્થન આપ્યું છે.  કે ખરેખર લગ્ન નોંધણીમાં સુધારો થવો જોઈએ.  દીકરીઓનો પ્રશ્ન છે. આ કોઈ પાટીદાર સમાજની એકલી દિકરીઓનો પ્રશ્ન નથી. સર્વ સમાજ, સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મની દીકરીઓનો આ પ્રશ્ન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ