બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરવર્ષે મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરીનાં રોજ ઊજવવામાં આવે છે પણ હિંદૂ પંચાગ અનુસાર આ વખતે સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ 15 જાન્યુઆરીનાં રોજ થવાની છે. મકર સંક્રાંતિને અત્યંત શુભ પર્વ માનવામાં આવે છે અને આ દિવસથી શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ 14 સુહાગણની સામગ્રીઓ અથવા તો 14 ગરમ કપડાંનું દાન જરૂરિયાતમંદ અને ગરીબોનું દાન કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે આ દિવસે 14 ચીજોનું શું વિશેષ મહત્વ હોય છે?
શ્રીરામ સાથે જોડાયેલી પતંગની માન્યતા:
ADVERTISEMENT
ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પતંગ ચગાવવાનું ખાસ મહત્વ છે. એવામાં આ પરંપરાનો ઉલ્લેખ રામાયણકાળમાં પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે ભગવાન રામે જ સૌથી પહેલા પતંગ ચગાવી હતી. તુલસીદાસજી દ્વારા રચિત રામચરિત માનસમાં રામજી બાલ્યકાળનું વર્ણન છે જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીરામજીએ પતંગ ઉડાવી હતી.
ચોપાઈ:
राम इक दिन चंग उड़ाई।
इंद्रलोक में पहुंची जाई।।
ADVERTISEMENT
તમિલ રામાયણમાં પણ આવો જ ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામે પતંગ ચગાવ્યો એ ઈન્દ્રલોક સુધી પહોંચી હતી. પતંગ જોઈને ઈન્દ્રદેવના પુત્રના પત્ની જયંતી વિચારવા લાગ્યા કે જેમની પતંગ આટલી સુંદર છે એ પોતે કેટલા સુંદર હશે. ભગવાન રામના દર્શન કરવાની ઈચ્છા સાથે તેમણે પતંગ પોતાની પાસે જ રાખી લીધી.
વધુ વાંચો: આ દિવસે ચપ્પલ-બુટ ખરીદતા પહેલા 100 વાર વિચારજો! 90 ટકા લોકો કરે છે ભૂલ, શનિ દોષ થતાં અશુભ ઘડી આવશે
ADVERTISEMENT
14 ચીજોનું શું મહત્વ?
ધાર્મિક માન્યતા છે કે મકર સંક્રાંતિનાં દિવસે 14 વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે એવી 14 વસ્તુઓનું દાન જરૂરિયાતમંદોને કરવું જોઈએ જે તેમને કામ આવે. જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર 7 ગ્રહો અને 2 પક્ષ હોય છે. તેથી ગ્રહોની સંખ્યાને બેગણી કરીને 14 ચીજોનું દાન કરવામાં આવે છે. આવું કરવાથી જીવનનાં કષ્ટ દૂર થાય છે.
મકર સંક્રાંતિ પર આ 14 કામ કરવાં
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.