બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Major action of Surat Crime Branch
Last Updated: 07:57 PM, 13 December 2022
ADVERTISEMENT
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક ઈસમની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. સુરતમાં રહેતા દીપક નામના ઇસમની સુરત પોલીસે ધરપકડ કરી છે. તે ભારતીય સૈન્યની માહિતી પાકિસ્તાની વ્યક્તિને આપતો હતો અને તેની પાસેથી આ માહિતી આપવા બદલ પૈસા મેળવતો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
સુરત શહેરને મોટી સફળતા મળી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાકિસ્તાનની એજન્સીના સંપર્કમાં રહેલા સુરતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ વ્યક્તિ સામે ભારતીય આર્મીને લગતી અતિ સંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરવા બાબતે ગુનો દાખલ કર્યો છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ઈસમની ધરપકડ કરી છે તેનું નામ દીપક સાલુકે છે. તે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્કમાં રહે છે.
ADVERTISEMENT
માહિતી બદલ આરોપીને 75856 રૂપિયા મળ્યા
દિપક પૂનમ શર્મા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાતચીત કરતા સમયે પાકિસ્તાનના હમીદ નામના ઈસમના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ હમીદે પોતે પાકિસ્તાનનો હોવાનું અને ISI માટે કામ કરતો હોવાનું દિપક સાલુકેને જણાવ્યું હતું. ત્યારબાદ હમીદે દીપકને ભારતીય સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું અને દીપકે ભારતીય સીમકાર્ડ હમીદને આપ્યા હોવાની વાત પણ સામે આવી છે જો કે આ મામલે પોલીસ ની હવે પછી પૂછપરછ માં સામે આવશે.આ ઉપરાંત ભારતીય સૈન્યના અલગ અલગ ફોટો સોશિયલ મીડિયા ગુગલ અને યુટયુબ પરથી ડાઉનલોડ કરીને તે આ પાકિસ્તાનના ઈસમ હમીદને આપતો હોવાનું આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે. દીપકને આ ફોટો અને વિડીયો વોટ્સએપના માધ્યમથી મોકલવાના બદલામાં 75,856 રૂપિયા મળ્યા હોવાનું પણ તેને પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે.
ISI એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવનાર વ્યક્તિની ધરપકડ
આરોપી દિપકે પોલીસને ઉપર જણાવ્યું હતું કે, કોરોના મહામારી પહેલા તે સાંઈ ફેશન નામની એક દુકાન ધરાવતો હતો પરંતુ કોરોનામાં તેની આ દુકાન બંધ થતા તેને મની ટ્રાન્સફરનું કામ શરૂ કર્યું હતું અને તે સમયે એક વ્યક્તિએ પાકીસ્તાનથી સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાનની ચલણી નોટ બદલાવવા માટે જણાવ્યું હતું. દીપકને જે પૈસા મળતા હતા તે ક્રિપ્ટો કરંસીના માધ્યમથી મળતા હતા. ત્યારબાદ તે આ પૈસાને કન્વર્ટ કરી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો. દીપક 6થી 7 મહિનાથી હમીદ નામના વ્યક્તિના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવી ડિટેલ્સમાં પૂછપરછ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.