બ્રેકિંગ ન્યુઝ
VTV / Maharashtra: nashik court malegaon court sentenced muslim accused to plant 2 trees and offer 5 namaz a day
Vaidehi
Last Updated: 07:10 PM, 1 March 2023
ADVERTISEMENT
મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં માલેગાવની એક કોર્ટે રોડ એક્સિડેન્ટ બાદ થયેલી મારપીટનાં મામલામાં દોષી કરાર કરવામાં આવેલા એક મુસ્લિમ યુવકને જેલની સજા સંભળાવવાની જગ્યાએ એક અનોખી સજા આપી છે. કોર્ટે તેને 21 દિવસો સુધી દરરોજ વૃક્ષનું વાવેતર કરવાનું અને દિવસમાં પાંચ વખત નમાજ અદા કરવાનો આદેશ આપ્યો છે.
આ એક્ટ અંતર્ગત આપી અનોખી સજા
27 ફેબ્રુઆરીનાં રોજ આપવામાં આવેલા આદેશમાં મેજિસ્ટ્રેટ તેજવંત સિંહ સંધૂએ કહ્યું કે, 'પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટની જોગવાઈઓ અનુસાર એક મેજિસ્ટ્રેટ કોઈ દોષીને વઢીને અથવા યોગ્ય ચેતવણી આપીને મુક્ત કરવાનો અધિકાર ધરાવે છે જેથી એવું સુનિશ્ચિત થાય કે તે આ ગુનાને રિપીટ કરશે નહીં.'
ADVERTISEMENT
મેજિસ્ટ્રેટનાં આદેશોનું પાલન કરવાની શરતે કર્યો મુક્ત
મેજિસ્ટ્રેટએ કહ્યું કે કલમ 323 અંતર્ગત તે દોષી હતો. ખાનને જેલ અને દંડ વગર એ જ શરતે મુક્ત કરવામાં આવ્યો જેથી તે મેજસ્ટ્રેટનાં આદેશનું પાલન કરશે. મેજિસ્ટ્રેટ તેજવંત સંધૂએ કહ્યું કે 'પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટની 1958ની કલમ 3 અનુસાર એક મેજિસ્ટ્રેટ સજા કે યોગ્ય ચેતવણી બાદ દોષીને મુક્ત કરવાની શક્તિ ધરાવે છે જેથી તે ફરીથી એ ગુનો રિપીટ ન કરે. પરંતુ કોર્ટે એ પણ તર્ક આપ્યો કે માત્ર ચેતવણી પર્યાપ્ત નથી, એ પણ મહત્વપૂર્ણ છે કે દોષી ચેતાવણી અને સજાને યાદ રાખે જેથી તે તેને રિપીટ ન કરે.'
“Namaz 5 times in a day and Plant 2 Trees”: Malegaon Court order Muslim Man after Conviction in road accident.https://t.co/jYmSVnUlGR pic.twitter.com/uTV590khU6
— THE LAW ADVICE (@THELAWADVICE) March 1, 2023
દરરોજ 2 વૃક્ષો વાવી તેની માવજત કરવાનો આદેશ
30 વર્ષીય રઉફ ખાનની સામે 2010માં રોડ દુર્ઘટનાને લઈને થયેલા ઝડઘા દરમિયાન એક વ્યક્તિ પર હુમલો કરવા અને તેને ઈજાગ્રસ્ત કરવાનાં આરોપમાં મામલો નોંધવામાં આવ્યો હતો. તેથી કોર્ટે ખાનને દોષી જાહેર કરતાં તેને આ અનોખી સજા આપતાં કહ્યું કે તેને 21 દિવસ સુધી વૃક્ષનું વાવેતર કરવાનું રહેશે અને આ સાથે જ તેણે દિવસમાં 5 વખત નમાજ અદા કરવાની રહેશે. સોનાપુર મસ્જિદ પરિસરમાં દરરોજ 2 વૃક્ષો વાવવાની અને તેનું ધ્યાન રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.