બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / Maharashtra minister Uday samant claims to have 33 MLAs are in touch with Shinde
ADVERTISEMENT
મહારાષ્ટ્રનાં ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે સમૂહનાં 13 અને RCPનાં 20 ધારાસભ્યો શિવસેના (એકનાથ શિંદે જૂથ)નાં સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહાબલેશ્વરમાં CM શિંદેની સાથે ગુપ્ત બેઠક પણ કરી હતી.
નેતા અંબાદાસ દાનવેએ આપી મીડિયાને માહિતી
તો બીજી તરફ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 100 સીટ જીતવાનાં પ્રયાસો કરી રહી છે એવું પાર્ટીનાં નેતા અને MLC અંબાદાસ દાનવેએ મીડિયાને જણાવ્યું હતું. વિધાન પરિષદમાં દાનવેએ કહ્યું કે,' જીતવાપાત્ર ઉમેદવારોની શોધ અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનાં દ્વિતીય સ્થાન પર રહેનારી સીટો પર ધ્યાન કેન્દ્રિત કરવાની પાર્ટીની યોજના છે. ' તેમણે કહ્યું કે 'અમે એવી સીટો માટે ઉમેદવારી શોધી રહ્યાં છીએ જે એકનાથ શિંદે જૂથમાં શામેલ થનારા ધારાસભ્યો પાસે હતી. સાથે જ મરાઠાવાડની 27 સીટોની જેમ અમે જે સીટો પર દ્વિતીય સ્થાન પર હતાં એવી સીટો પર પૂરજોશમાં ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છીએ.'
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારનું 'ડેથ વૉરેન્ટ'
થોડાં દિવસ પહેલાં શિવસેના (UBT)નાં નેતા સંજય રાઉતે દાવો કરતાં કહ્યું હતું કે 'એકનાથ શિંદેની આગેવાનીવાળી મહારાષ્ટ્રની સરકારનું ડેથ વૉરેન્ટ આવી ગયું છે અને આવનારાં 15- 20 દિવસોમાં આ સરકાર પડી જશે.'
Maharashtra | Death warrant of 'Shinde-Fadnavis' govt has been issued, only the date has to be announced. I already said that Shinde govt will collapse in February but due to the delay in SC judgement, lifeline of this govt increased. This govt will collapse in the next 15-20… pic.twitter.com/ck1zgSUMmG
— ANI (@ANI) April 23, 2023
ADVERTISEMENT
જાણીએ મહારાષ્ટ્ર રાજનીતિનો નાનો ઈતિહાસ
જો વર્ષ 2019ની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ BJPની સાથે ગઠબંધન કર્યું હતું. જેમાં ભાજપને 100થી વધારે સીટ પર વિજય પ્રાપ્ત થયો હતો. બંને દળોએ મળીને 288 સદસ્યવાળા ગૃહમાં 150થી વધારે સીટો મેળવી હતી. પરંતુ શિવસેનાએ ચૂંટણી બાદ ભાજપનો સાથ છોડી NCP અને કોંગ્રેસની સાથે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો. તે સમયે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યાં. જો કે એકનાથ શિંદનાં વિદ્રોહ બાદ ગતવર્ષે જૂનમાં શિવસેનાથી અલગ થઈ ગયાં અને હાલમાં તેઓ મહારાષ્ટ્રનાં CM પદ પર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.