બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / maharashtra logs 155 new covid 19 cases 2 deaths active tally rises to 662

સાવધાની જરુરી / દેશમાં કોરોનાએ પાછું માથું ઉંચક્યું, મહારાષ્ટ્રમાં ફૂલ સ્પીડમાં આવ્યો, 24 કલાકમાં કેસમાં બમણો ઉછાળો

Hiralal

Last Updated: 08:05 AM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પાછો કોરોનનો કહેર શરુ થયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કેસમાં બમણો ઉછાળો આવ્યો છે.

  • દેશમાં વધી રહ્યાં છે કોરોના કેસ
  • મહારાષ્ટ્રમાં કોરોના કેસમા બમણો વધારો
  • છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 155 નવા કેસ 
  • 116 દિવસ બાદ કોરોના કેસ વધી રહ્યાં છે

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ બમણાથી વધુ થઈ ગયા છે. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં પણ બે લોકોએ આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 1.48 લાખ લોકોના મોત થયા છે.

સોમવારે  61 કેસ, મંગળવારે સીધા 155 
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના 155 નવા કેસ મળી આવ્યા છે. આ સોમવારે મળેલા કેસ કરતા બમણાથી વધુ છે. સોમવારે રાજ્યમાં 61 કેસ મળ્યા હતા અને કોઇનું મોત થયું ન હતું. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 81,38,653 કેસ મળી આવ્યા છે.

પુણેમાં કોરોનાના 75 નવા કેસ 
મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં કોરોનાના 75 નવા કેસ મળ્યા છે. જ્યારે મુંબઈમાં 49, નાસિકમાં 13, નાગપુરમાં 8 અને કોલ્હાપુરમાં 5 કેસ નોંધાયા છે. સાથે જ ઔરંગાબાદ, અકોલામાં બે અને લાતુરમાં 1 કેસ મળી આવ્યા છે. જીવ ગુમાવનારા બંને દર્દીઓ પુણે સર્કલના છે.

દેશમાં કોરોનાના 402 કેસ મળ્યા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 402 કેસ મળી આવ્યા છે. તે જ સમયે, સક્રિય કેસ પણ વધીને 3903 થઈ ગયા છે. આ પહેલા 13 માર્ચે દેશમાં 444 કેસ મળ્યા હતા, જ્યારે 12 માર્ચે 524 કેસ મળ્યા હતા. 11 માર્ચે 456 કેસ મળ્યા હતા અને 10 માર્ચે 440 કેસ મળ્યા હતા.

દેશમાં હાલ બે વાયરસ સક્રિય
દેશમાં હાલમાં એડિનોવાયરસ અને એચ3એન2 વાયરસ એમ બે વાયરસ સક્રિય છે જેને કારણે કોરોના કેસ વધી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ