બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / 'Madhapar' of Kutch became the richest village in Asia again

ધનાઢ્ય ગામ / ફરીવાર એશિયાનું સૌથી ધનિક ગામ બન્યું કચ્છનું 'માધાપર', જ્યાં બેંકોમાં જમા છે રૂ. 5 હજાર કરોડની થાપણ

Vishal Khamar

Last Updated: 05:39 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે. તેનું નામ છે માધાપર. આ ગામના મોટાભાગના વારસદાર વિદેશમાં રહે છે. પરંતુ ત્યાંથી ખુબ જ મોટી કિંમત પોતાના ગામની બેંકને મોકલે છે. ગામમાં દરેક જગ્યાએ સમૃદ્ધિ દેખાય છે, સાથે જ ત્યાં કૃષિની પેદાશ પણ સારી એવી થાય છે. કોઈ એવી સુખ સુવિધા નથી જે આ ગામમાં ન હોય.

  • ફરી એશિયાનું સૌથી ધનિક ગામ બન્યું કચ્છનું માધાપર 
  • માધાપર ગામમાં 15થી વધુ બેંકોની ઓફિસ કાર્યરત
  • ગામની બેંકોમાં લોકોની કુલ 5 હજાર કરોડની થાપણો 

કચ્છનું નામ સમગ્ર વિશ્વમાં તેની વિવિધતાને કારણે પ્રચલિત છે.કચ્છની કળા,કારીગરી,કચ્છીયતની સાથે કુદરતે બક્ષેલી ખૂબીઓ-સ્થળો તેમજ સંપદાઓ તેને વિશિષ્ઠ બનાવે છે.તેની સાથે અહીંના કચ્છીમાડુની જાત મહેનત તેમજ સાહસવૃત્તિના પ્રતાપે વિશ્વમાં પોતાનું સ્થાન ધરાવે છે.આવીજ સાહસવૃત્તિના સહારે માધાપરના લોકોએ વિદેશગમનનાં બળે પોતાના ગામને દેશમાંજ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનવાન-શ્રીમંત ગામ બનાવ્યું છે. આ ગામનો વૈભવ શહેરાથી ઓછો નથી. 

બેન્કોમાં ૫૦૦૦ કરોડની ડિપોઝીટ ધરાવતું માધાપર ગામ સ્વચ્છતા માટે પણ જાણીતું 
કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામનો સમાવેશ દક્ષિણ એશિયાના સૌથી અમીર ગામડામાં થાય છે. બેન્કોમાં ૫૦૦૦ કરોડની ડિપોઝીટ ધરાવતું માધાપર ગામ સ્વચ્છતા માટે પણ જાણીતું છે. માધાપરની સધૃધરતા એક ડઝન દેશના ગામોમાં રહેતાં એન.આર.આઈ. માધાપરવાસીની દેણ છે. તો, તેમના સ્વજન એવા માધાપર સૃથાનિક રહીશોનો સ્વચ્છતા માટેનો આગ્રહ ગામને અનોખું બનાવે છે. બેન્કોમા ૫૦૦૦ કરોડ અને પોસ્ટ ઓફિસમાં ૨૦૦ કરોડની ડિપોઝીટ છે તેવા માધાપરમાં વીટીવીની ટીમે મુલાકાત લીધી. 

ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે
અબજો રૂપિયાની ડિપોઝીટ ધરાવતાં માધાપરે ભારતીય ગામની ઓળખ જાળવી રાખી છે. આ કારણે જ વિશ્વના કોઈપણ દેશમાં રહેતા એન.આર.આઈ. એવા માધાપરવાસી માટે પોતાના માધાપરનો ગ્રામ્ય વૈભવ અવિસ્મરણીય છે. માધાપર ગામની વસ્તી ૪૨,૫૦૦ની છે. જેમાં નવાવાસ ગ્રામ પંચાયતની વસ્તી ૨૩૦૦૦ અને જુનાવાસની વસ્તી ૧૯૫૦૦ની છે. આ ગામમાં મોટાભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેમાં મોટા ભાગના લેવા પટેલ સમાજ પરિવારો છે. ગામમાં ૯૫૦૦ પટેલ પરિવારો સાથે અન્ય સમાજના લોકો પણ વસવાટ કરે છે.

ગામની ખેતીથી પણ સારી ઉપજ મળે છે
માધાપરના વિદેશ વસવાટ કરતા પરિવારો અઢળક રૂપિયા આ ગામની બેન્કોમાં જમા કરાવે  છે.  આ ગામની સમૃદ્ધિ દેખાઈ આવે છે. આ ગામની ખેતીથી પણ સારી ઉપજ મળે છે. આ ગામના અડધા લોકો બ્રિટન રહે છે. ભારતના કોઈ ગામડા માટે વિદેશમાં ક્લબ બન્યો હોય તેવું ભાગ્યે જ સાંભળ્યું હશે. આ ગામના લોકોએ લંડનમાં પોતાની ક્લબ બનાવી હતી. જેની કચેરી પણ કાર્યરત છે. લંડન ખાતે ૧૯૬૮માં માધાપર વિલેજ એસોસિએશન નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. 

ગામમાં જુદી જુદી બેન્કોની ગામમાં ૧૭  બ્રાન્ચ છે
બ્રિટનમાં રહેતા માધાપર ગામના તમામ લોકો સામાજિક કાર્યક્રમના બહાને એકબીજાને મળતા રહે તેવા હેતુાથી ઓફિસ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત ગામના લોકો સીધા લંડન સાથે જોડાયેલા રહે તે માટે ગામમાં એક ઓફિસ ખોલવામાં આવી હતી. દુનિયાભરના લોકો આ સમૃદ્ધ ગામ જોવા આવે છે. જુદી જુદી બેન્કોની ગામમાં ૧૭  બ્રાન્ચ છે. જેમાં ૫૦૦૦ કરોડ જમા છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં ૨૦૦ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ગામના લોકો લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યુગાન્ડા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા અને કેન્યામાં રહે છે. દરેક ઘરમાંથી બે લોકો વિદેશમાં વસવાટ કરે છે. 
ગામમાં પ્લે સ્કૂલાથી લઈ હાઈસ્કૂલ સુધી હિન્દી અને ઈંગ્લીશ મીડીયમનું શિક્ષણ મળે છે
સૌથી ખાસ વાત એ છે કે, આ ગામના લોકો ગામ બહાર ભલે હોય પણ ગામ સાથે હંમેશા સંપર્કમાં રહે છે. લોકો પૈસા ભેગા કરી ગામડે મોકલે છે. આ ગામમાં પ્લે સ્કૂલાથી લઈ હાઈસ્કૂલ સુધી હિન્દી અને ઈંગ્લીશ મીડીયમનું શિક્ષણ મળે છે. ઉપરાંત ગામમાં શોપિંગ મોલ પણ કાર્યરત  છે.  ગામમાં બાળકો માટે તળાવાથી લઈ સ્વિમિંગ પુલ પણ છે.ગામના લોકો આજે પણ ખેતી સાથે જોડાયેલા  છે. ગામમાં અત્યાધુનિક ગૌશાળા તેમજ અત્યાધુનિક સુવિાધાઓ સાથે આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત છે. એટલું નહીં આ માધાપર નવાવાસની શેરી ગલીઓ એકદમ સ્વચ્છ જોવા મળે છે. 

ગામમાં દરેક ઘર ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી સજ્જ
માધાપર ગામનું નામ માધા કાનજી સોલંકી કે જેઓ ગુજરાતના સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના હતા. તેમના દ્વારા વસાવવામાં આવ્યું હતું. તેમણે આખાને આખા ધાનેટી ગામનું આ ગામમાં સ્થળાંતર કરાવ્યું હતું. પણ એ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ગામની સ્થાપના કોઈ રળિયામણી ઘડીએ થઈ હશે માટે જ તો દીવસે બેગણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરી રહ્યું છે આ ગામ. આ ગામમાં દરેક ઘર ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં અંગ્રેજી માધ્યમની મોટી મોટી શાળા અને કોલેજો ચાલે છે. અહીંની બજારોમાં શોપિંગ મોલ અને મોટી મોટી દુકાનોની હારમાળા છે. લાખોના ખર્ચે બંધાવેલા અદ્ભૂત મંદિરો છે.

Caption

ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે
આ ગામમાં પણ મોટા ભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે. ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. આ ગામના એક એક વ્યક્તિ દીઠ જો ગણતરી કરીએ તો 12 લાખથી વધુ રકમ બેન્ક કે પોસ્ટમાં ડિપોઝિટ હોય શકે છે. આ ગામના ઘણા લોકો યુકે, અમેરિકા અને કેનેડા રહે છે.પરંતુ તેઓ પોતાના રૂપિયા પોતાના ગામમાં જ જમા કરાવવાને પ્રાથમિકતા આપે છે. જેને કારણે આ ગામની બેંકોમાં આટલા બધા રૂપિયા જમા છે. આ ગામથી વિદેશ જઈને વસેલા લોકો ઘણા વધુ છે માધાપર ગામ રાષ્ટભક્તિ માટે પણ ખુબજ પ્રખ્યાત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે 1971માં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અહીંની 300 મહિલાઓએ માત્ર 3 જ દિવસમાં પ્લેન માટેના રનવેનું સમારકામ કર્યું હતું. અને તેમના આ જ કૃત્યને સમ્માન આપવા અહીં એક વિરાંગના સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.

Caption

બેલાડિયાની લગભગ 60 ટકા વસ્તી એનઆરઆઈ લોકોની
NRGs એટલે કે નોન રેસિડેન્શિયલ ગુજરાતીઝ. બેલાડિયાની લગભગ 60 ટકા વસ્તી એનઆરઆઈ લોકોની છે. તેઓ પોતાના બધા જ રૂપિયા બેંકની ડીપોઝીટમાં મુકે છે. એક અહેવાલ પ્રમાણે માત્ર કચ્છ જિલ્લામાં એનઆરઆઈની ડીપોઝીટ 9,181 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. અને જો કચ્છના બધા જ લોકોની ડીપોઝીટ ગણવામા આવે જેમાં સ્થાનિક તેમજ NRI નો પણ સમાવેશ થાય છે તો તે 24,353 કરોડ રૂપિયા થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ