ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / lucknow ajab gajab lord hanuman became the chairman of the college car and cabin for him
Last Updated: 07:48 PM, 20 December 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
લખનઉમાં એક કોલેજ સંચાલકે બજરંગબલીને ચેરમેન બનાવ્યા છે. લખનઉની ભગતસિંહ કોલેજનું તમામ કામ બજરંગબલીની મંજૂરીથી થાય છે. આ કોલેજમાં ભગવાન હનુમાનની કેબિન પણ છે, જ્યાં લોકો તેમની આજ્ઞા લઈને પ્રવેશ કરે છે. બજરંગબલીની નેનો કાર પણ છે, જે દરરોજ રામભક્ત હનુમાનને રામલલાના દર્શન કરાવવા માટે લઈ જાય છે. આ કારમાં ડ્રાઈવર અને બજરંગબલી સિવાય કોઈ હોતું નથી. રામલલાના મંદિરે જઈને પ્રસાદ અને ફૂલ અર્પણ કરે છે.
આ કોલેજમાં કોન્ફરન્સ રૂમ પણ છે, જ્યાં ચેરમેનની ગાદી પર હનુમાનજી બિરાજમાન છે અને તેમની નેમપ્લેટ પણ લાગેલી છે. લખનઉના મોહના રોડ પર આવેલ ભગતસિંહ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ કોલેજમાં ભગવાન હનુમાન સવારે 08:00 વાગ્યે આવે છે. હનુમાનજી આવે તે પહેલા કેબિનની સાફ સફાઈ કરી દેવામાં આવે છે અને તેમની કેબિનમાં ધાર્મિક પુસ્તક રાખવામાં આવ્યા છે. આ કેબિનમાં રામ દરબાર પણ છે, દરરોજ સવારે 10:00 થી 11:00 વાગ્યા સુધી કોન્ફરન્સ રૂમમાં મીટિંગ કરવામાં આવે છે.
ADVERTISEMENT
મીટિંગ પૂર્ણ થયા પછી હનુમાનજીને પરિસરમાં બનેલ મંદિરના દર્શન કરાવવામાં આવે છે. બપોરે 1 વાગ્યે લંચ બ્રેકમાં બેસનના લાડવા આપવામાં આવે છે. કોલેજ શરૂ કરનાર પૂર્વ પ્રેસિડેન્ટ વિવેક તાંગડી અને સચિવ પંકજ સિંહ ભદૌરિયાએ જણાવ્યું કે, વર્ષ 2007માં બંને મિત્રોએ સાથે મળીને આ કોલેજ શરૂ કરી હતી. તે સમયે બંને મિત્રો આ કોલેજના ચેરમેન બનવા માંગતા ન હતા. બંને મિત્રો હનુમાનના પ્રખર ભક્ત હોવાથી બજરંગબલીને ચેરમેન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
કોલેજમાંથી સાંજે તમામ લોકો નીકળે ત્યારે તેમની કેબિન પણ બંધ કરી દેવામાં આવે છે. વિધિ વિધાન સાથે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચેરમેન પદના તમામ નિયમ ફોલો કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશ ટેકનિકલ યુનિવર્સિટી (હાલમાં એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી)એ આ કોલેજને માન્યતા આપવાની મનાઈ કરી હતી. તેમણે તર્ક આપ્યો હતો કે, એક જીવિત વ્યક્તિ જ ચેરમેન હોઈ શકે છે. તે સમયે તમામ બ્રાહ્મણોએ જણાવ્યું હતું કે, રામભક્ત હનુમાનને અમર હોવાની સાથે ચિરંજીવીનું વરદાન પ્રાપ્ત છે. ત્યારબાદ આ મામલો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો હતો અને આ કોલેજને માન્યતા આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ