Team VTV08:21 PM, 13 Dec 19
| Updated: 09:55 PM, 13 Dec 19
માલધારી સમાજના ઉમેદવારોને અન્યાય થયો હોવાનો ગીતા રબારીએ આક્ષેપ લગાવ્યો છે. ગીર-આલેચ અને બરવાડામાં રબારી અને ચારણ સમાજ સાથે અન્યાયનો આરોપ લગાવાયો છે.
ગીર-આલેચ અને બરવાડામાં રબારી અને ચારણ સમાજ સાથે અન્યાયનો આરોપ
ગીતા રબારીએ માલધારી સમાજ સાથે અન્યાય થતો હોવાનો લગાવ્યો આરોપ
માલધારી સમાજના આંદોલનને ગીતા રબારીનું સમર્થન
ગીતા રબારીએ LRDની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે 16 ડિસેમ્બરે મહિલા મહારેલીમાં જોડાવા પણ આહ્વાન કર્યું છે. સમાજને ન્યાય મળે તે માટે માલધારી સમાજને એક થવા ગીતા રબારીએ અપીલ કરી છે.
ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ સરકારને પત્ર લખ્યો છે. LRD પરીક્ષામાં માલધારી સમાજને અન્યાય મામલે તેમણે પત્ર લખ્યો છે. જેમાં તેમણે માલધારી સમાજને ન્યાય આપવાની માંગ કરી છે. જે ઇસમોએ ખોટી પ્રવૃતી કરી હોય તેના વિરૂદ્ધ તેમણે કાર્યવાહીની માંગ કરી છે.
LRD ભરતી બાબતે રબારી સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. રબારી સમાજને અન્યાય થયા હોવાનો આક્ષેપ લગાવાય રહ્યો છે. થોડા દિવસો અગાઉ જૂનાગઢ જિલ્લા રબારી સમાજ દ્વારા રેલી યોજી હતી. 5 હજારથી વધુ સમાજના લોકો જોડાયા હતા. રેલી બાદ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
રબારી સમાજના યુવાનો આ ભરતીથી બાકાત રહ્યા
ગરીબ અને નેસડામાં વસતા રબારી સમાજ અને ગરીબ માલધારી સમાજના વિદ્યાર્થીને અન્યાય કરવામાં આવ્યો છે જે સર્ટિફિકેટ સરકાર તરફથી આપવામાં આવ્યા હતા. આદિજાતિના તે આ LRDની ભરતીમાં અમાન્ય ગણવામાં આવ્યા જેને લઈ વિદ્યાર્થી આ ભરતીથી વંચિત રહ્યા છે. તો તાત્કાલિક સરકાર યોગ્ય ન્યાય આપે તેવી અમારી માંગણી છે. સરકારી ભરતીમાં વિદ્યાર્થી પાસ થઈ ગયા અને સર્ટિફિકેટ અમાન્ય ગણવામાં આવ્યા. આદિજાતિ અધિકારી અને નેતા દ્વારા આ અન્યાય કરવામાં આવ્યો છે. હજુ આ પ્રથમ ચીમકી છે હવે જો સરકાર યોગ્ય નહીં કરે હજુ રાજ્ય ભર સળગી ઉઠશે તેવું આંદોલન કરવામાં આવશે.