બ્રેકિંગ ન્યુઝ
VTV / lpg cylinder price 19kg commercial cylinder rate cut up to 100 rupees on 1st august
Vikram Mehta
Last Updated: 10:22 AM, 1 August 2023
ADVERTISEMENT
સરકારી તેલ કંપનીઓએ આજે ઘરેલુ ગેસ સિલિન્ડર અને કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો અપડેટ કરી છે. LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે, જે આજથી લાગુ કરવામાં આવ્યો છે. કોમર્શીયલ LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે, પરંતુ આ ભાવ ઘટાડો ગુજરાતમાં લાગુ થયો નથી. LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થતા રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 1,680 રૂપિયા થઈ છે. તમને જણાવી દઈએ કે, 4 જુલાઈના રોજ LPG સિલિન્ડરની કિંમત 1,780 રૂપિયા હતી.
અલગ અલગ શહેરોમાં આજથી લાગુ થયેલ LPG સિલિન્ડરની કિંમત
કલકત્તામાં 19 કિલોગ્રામ LPG સિલિન્ડરની કિંમતમાં 93 રૂપિયાનો ઘટાડો થયો છે અને કોમર્શીયલ સિલિન્ડર 1802.50 રૂપિયામાં મળશે. મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત 1640.50 રૂપિયા થઈ છે, 4 જુલાઈના રોજ મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત 1733.50 રૂપિયા હતી. ચેન્નઈમાં 19 કિલોગ્રામ LPG સિલિન્ડરની કિંમત 1852.50 રૂપિયા થઈ છે, 4 જુલાઈના રોજ ચેન્નઈમાં આ સિલિન્ડરની કિંમત 1945 રૂપિયા હતી.
ADVERTISEMENT
ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો નહીં
માર્ચ મહિનાથી ઘરેલુ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા છે. મુંબઈમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1102.50 રૂપિયા, કલકત્તામાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1129 રૂપિયા અને ચેન્નાઈમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1118.50 રૂપિયા છે.
Oil marketing companies have reduced the prices of commercial LPG gas cylinders. The rate of 19 KG commercial LPG gas cylinders has been slashed by Rs 99.75 with effect from today. Delhi retail sales price of 19kg commercial LPG cylinder is Rs 1,680 from today: Sources
— ANI (@ANI) August 1, 2023
No change…
CNG અને PNGની કિંમતમાં કોઈ ફેરફાર નહીં
CNG અને PNGની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હી સહિત અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.
LPG સિલિન્ડરની કિંમત કેવી રીતે ચેક કરવી
તમે LPG પ્રાઈસનું અપડેટ લિસ્ટ જોવા માંગો છો, તો તમે https://iocl.com/prices-of-petroleum-products લિંકની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે LPG પ્રાઈસની સાથે સાથે જેટ ફ્યૂઅલ, ઓટો ગેસ અને કેરોસીનની કિંમત જાણી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT