બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / lord melchett show prince william debut in comic acting watch the video

કોન્ટ્રીબ્યુશન / કોરોનાગ્રસ્તની મદદ માટે બ્રિટનના પ્રિન્સ વિલિયમે કોમિક શો કર્યો, શાહી પરિવારના રાજ ખૂલ્યા

Dharmishtha

Last Updated: 04:09 PM, 24 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિન્સ વિલિયમે કોરોના વાયરસના દર્દીઓના ફંડ રાઈઝર માટે બીબીસી ‘ધ બિગ નાઈટ’માં પોતાની હાજરી આપી. તેમણે આ શોથી કોમિક ડેબ્યુ કર્યુ છે. ડ્યૂક ઓફ કેમ્બ્રિજના સ્ટીફન ફ્રાઈની સાથે એક બ્લેકડૈકર સ્કેચમાં એક્ટિંગ કરી છે . આ કોમેડી સ્કેચમાં પ્રિન્સ વિલિયમનો એક અલગ અંદાજ જોવા મળ્યો છે. ઈવનિંગ સ્ટેન્ડર્ડના જણાવ્યાનુસાર ડયૂક બ્લૈકડરના બહું મોટા ફેન છે. ઉલ્લેખનીય છે કે આ એક પ્રખ્યાત કોમેડી શો છે જેમાં રોવન એટકિંસન અને સર ટોની રોબિન્સન પણ હતા.

  • પ્રિન્સે કોરોનાગ્રસ્તોના ફંડ માટે શો કર્યો
  • શોમાં પોતાની પણ મજાક ઉડાવી, લોકોએ પ્રિન્સના વખાણ કર્યા
  • શોના અંતમાં પ્રિન્સે પત્ની અને બાળકો સાથે તાળી પાડી સ્વાસ્થ્ય કર્મચારીઓને બિરદાવ્યા

સ્કેચમાં પ્રિન્સ વિલિયમને સ્ટીફન ફ્રાઈની સાથે વીડિયો કોલ પર વાત કરતા દેખાડવામાં આવ્યા છે . શોમાં સ્ટીફન ફ્રાઈ, લૉર્ડ મેલચેટની ભૂમિતામાં હતા અને પ્રિન્સ વિલિયમને અલગ અલગ  સવાલ પુછવામાં આવ્યા હતા. પ્રિન્સે આ શો દરમિયાન પોતાની મજાક પણ ઉડાવી હતી. શાહી પરિવાર વિશે માજાકિયા વાતો પણ શેર કરી હતી.  હોમ સ્કુલિંગ વિશે વાત કરી. ફક્ત એટલુ જ નહીં લૉર્ડ મેલચેટ સાથે ટીવી પર આવવા પર થેંક્યુ પણ કહ્યુ, સાથે તેમણે કહ્યું કે અમે એક સારા કામ માટે સાથે આવ્યા છીએ. શોના અંતમાં તેમણે જણાવ્યુ કે આ શો કોરોના વાયરસના સંક્રમિત બાળકો અને દર્દીઓ માટે ફંડ ભેગુ કરી રહ્યો છે. આ તમામ રકમ ચિલ્ડ્રન ઈન નીડ એન્ડ કોમિક રિલીફને દાનમાં આપવામાં આવશે. 

આ વીડિયો YouTube પર શેર કરવાના કેટલાક કલાકોની અંદર વાયરલ થઈ ગયો હતો.  વીડિયો અત્યાર સુધીમાં 40 હજારથી પણ વધારે વાર જોવાયો છે અને 100થી વધારે કમેન્ટ આવી ચૂકી છે. સ્ટીફન ફ્રાઈએ પ્રિન્સ વિલિયમના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે એક બહુ સારા અભિનેતા હોવાની સાથે તે આ શોમાં સારી રીતે રમ્યા છે. લોકોએ પણ કમેન્ટ કરતા પ્રિન્સના વખાણ કર્યા છે.

એક યુ ટૂબરે લખ્યુ કે પ્રિન્સ વિલિયમનો આ અંદાજ જોવામાં ખૂબ શાનદાર છે. સ્કેચ પત્યા બાદ ડ્યૂકની પત્ની કેટ અને તેમના 3 બાળકો સાથે ‘ક્લેપ ફોર કેર’ને સપોર્ટ માટે તાળી વગાળતા નજરે પડ્યા હતા. સાથે કોરોનાની સામેની લડાઈમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અને અન્ય ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓના બિરદાવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ