બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 08:47 AM, 3 December 2023
ADVERTISEMENT
6 મહિના પછી લોકસભા ચૂંટણી યોજાશે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપ લોકસભાની ચૂંટણી માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નવા ચહેરા મેદાનમાં ઉતારી શકે છે. હેમા માલિની 75 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. સની દેઓલે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. ભાજપ પંજાબ માટે નવો ચહેરો શોધી રહી છે.
છેલ્લા ઘણા સમયથી કિરણ ખેરની તબિયત સારી મથી, આ કારણોસર ભાજપે ચંદીગઢમાં નવો ચહેરો મેદાન પર ઉતારવો પડશે. આ કારણોસર કહેવામાં આવી રહ્યું છે કે, ફેમસ સેલેબ્સ અક્ષય કુમાર, કંગના રનૌત અને માધુરી દીક્ષિત મથુરાથી ચૂંટણીના મેદાન પર ઉતરી શકે છે.
ADVERTISEMENT
અક્ષય કુમાર
અક્ષય કુમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના વ્યક્તિ રહ્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીનું ઇન્ટરવ્યૂ લેવા માટે એન્કર પણ બનાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારને દિલ્હીની ચાંદની ચોક સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
કંગના રનૌત
કંગના રનૌતે રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કારણોસર કંગના રનૌત મંડી લોકસભા બેઠક પરથી કોંગ્રેસની પ્રતિભા સિંહ સામે મંદાન પર ઉતરી શકે છે. માધુરી દીક્ષિતને પણ મુંબઈ નોર્થ અથવા મથુરામાંથી ચૂંટણી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉભો કરવામાં આવી શકે છે.
ભોજપુરી અભિનેતા
ભોજપુરી અભિનેતા લોકેટ ચેટર્જી (પશ્ચિમ બંગાળ) અને કન્નડ ફિલ્મ સ્ટાર સુમન લતા (કર્ણાટક), મનોજ તિવારી, રવિ કિશન અને દિનેશ લાલ યાદવ ભાજપના સાંસદ છે. ભાજપ સાઉથના કેટલાક ફિલ્મ સ્ટાર્સને ચૂંટણી મેદાનમાં ઉભા કરવા માંગે છે. હરિયાણાથી લોકસભા ચૂંટણી લડવા માટે ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.