બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / loksabha elections 2024 india alliance bjp game plan for maharashtra bihar nitish kumar

મિશન 2024 / પહેલાં મહારાષ્ટ્ર અને હવે બિહાર...: આખરે લોકસભા ચૂંટણી પહેલા ભાજપે કેમ અપનાવ્યો તોડજોડનો ખેલ? જાણો ગણિત

Dinesh

Last Updated: 11:51 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Politics news: લોકસભા 2024ની ચૂંટણી પહેલા જોડ તોડનો ખેલ શરૂ થઈ ગયો છે. આ રાજકીય ગણિત બે રાજ્યમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેમાં પહેલું મહારાષ્ટ્ર અને બીજો બિહાર છે

  • લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તમામ તૈયારીઓ આરંભી
  • પહેલા મહારાષ્ટ્ર અને હવે બિહારમાં ભાજપનો ચક્રવ્યૂહ
  • માંઝીને મનાવવા માટે ભાજપ તેમને ડેપ્યુટી સીએમ પણ બનાવી શકે ?


લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીને થોડા જ મહિના બાકી છે ત્યારે બંગાળમાં મમતા બેનર્જીએ એકલા ચાલોનો ફેસલો લઈ લીધો છે. ત્યારે હવે બિહારમાં પણ નીતિશ કુમારે પણ ફરી પલટી મારવાનો વિચારી લીધુ હોય તેવી અટકળો તેજ થઈ છે. એવામાં વિપક્ષી દળ INDIA ગઠબંધન ચૂંટણી પહેલા તૂટતું નજરે ચડી રહ્યું છે. બીજી બાજુ બીજી વખત મોદી સરકાર બનાવવા માટે ભાજપ રાજકીય સમીકરણ બનાવવામાં લાગી ગઈ છે. 2024ની ચૂંટણી પહેલા જોડ તોડનો ખેલ શરૂ થઈ ગયો છે. આ રાજકીય ગણિત બે રાજ્યમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેમાં પહેલું મહારાષ્ટ્ર અને બીજો બિહાર છે.  

PM પદ માટે નીતિશ કુમારે કહી દીધી પોતાના દિલની વાત: વિપક્ષને આપ્યો આડકતરી  રીતે સંકેત | nitish kumar heart for pm post neither contender nor longing

મહારાષ્ટ્ર અને બિહારનો રાજકારણ 
મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાના ભાગલાનો લાભ ઉઠાવ્યો અને પછી એનસીપીના અજિત પવારને સેટ કર્યા અને શિંદે-ફડણવીસ ગઠબંધનની સરકાર બનાવી દીધી. હવે નીતિશ કુમારને બિહાર વાપસીની ઓફર મળી છે. બંને મામલોમાં ઈન્ડિયા એલાયન્સને મોટો આંચકો લાગ્યો છે. જે સ્થિતિમાં સવાલ એ છે કે ભાજપનું ધ્યાન માત્ર મહારાષ્ટ્ર અને બિહાર પર કેમ છે? ભાજપ લોકસભા ચૂંટણીને લઈને કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપ એ રાજ્યો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જ્યાં તેને વિપક્ષી પડકારનો સામનો કરવો પડી શકે છે. જે લિસ્ટમાં બિહાર અને મહારાષ્ટ્ર સૌથી આગળ છે.

ટાર્ગેટ લોકસભા 2024
ભાજપ જાણે છે કે 2024ની લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતમાંથી વધુ અપેક્ષા રાખી શકાય નહીં. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તે સેચુરેશન પોઈન્ટ પર અથવા તેની નજીક છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આંકડા જેના સાક્ષી છે. પરંતુ પોતાની સ્થિતિ મજબૂત રાખવા માટે પાર્ટીએ મહારાષ્ટ્ર અને બિહાર માટે નવી રણનીતિ અપનાવવી પડશે. 

શું છે ભાજપની રણનીતિ?
ભાજપ જાણે છે કે માંઝી અને ચિરાગ પાસવાનના જોરે બિહારની ચૂંટણી જંગ જીતી શકાય તેમ નથી. જે માટે નીતીશ કુમારની પણ જરૂર છે. કદાચ આ જ કારણ હોઈ શકે છે કે ભાજપ નીતિશ કુમારની સતત બાજુ બદલવાની ટેવ હોવા છતાં તેમને બોર્ડમાં લેવા માટે તૈયારી દાખવી રહી છે. મહારાષ્ટ્ર અને બિહારમાં મળીને 88 લોકસભા સીટો છે. જે સ્થિતિમાં જો તે આ બેઠકો પર સારું પ્રદર્શન કરે છે તો આંકડા ભાજપની તરફેણમાં જઈ શકે છે.

વાંચવા જેવું: લોકસભા ચૂંટણી પહેલા વિખેરાવા લાગ્યું INDIA ગઠબંધન, મમતા-કેજરીવાલ બાદ હવે આ મોટા નેતા આઉટ

બિહારની રાજનીતિ
હિન્દુસ્તાન આવામ મોરચાના ચીફ જીતનરામ માંઝી આ દિવસોમાં નીતિશ કુમારથી નારાજ છે. જે સ્થિતિમાં માંઝીને મનાવવા માટે ભાજપ તેમને ડેપ્યુટી સીએમ પણ બનાવી શકે છે. જેમ કે અજિત પવારને મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. બિહારની વર્તમાન રાજનીતિમાં જીતન રામ માંઝી એટલા માટે મહત્વપૂર્ણ બની ગયા છે કારણ કે તેમની પાસે 4 ધારાસભ્યો છે, જે ગમે ત્યારે રમત બદલી શકે છે. લાલુ યાદવ પણ આ 4 ધારાસભ્યોને ખેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો માંઝી લાલુને સમર્થન આપે છે તો બહુમત મેળવવા માટે આરજેડીને 2-3 ધારાસભ્યોની જરૂર પડશે. જો આમ થશે તો નીતિશ કુમારને પરત લાવવાના ભાજપના પ્રયાસો નિષ્ફળ થઈ શકે છે અને તે બીજેપી ક્યારેય ઈચ્છશે નહીં.    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ