બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / INDIA alliance ! After Mamata-Kejriwal, now this big leader is also out, 3 out of 26 parties have gone

RJD-JD તિરાડ / લોકસભા ચૂંટણી પહેલા વિખેરાવા લાગ્યું INDIA ગઠબંધન, મમતા-કેજરીવાલ બાદ હવે આ મોટા નેતા આઉટ

Hiralal

Last Updated: 03:28 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના નેજા નીચે 26 વિપક્ષી પાર્ટીઓએ ભેગી થઈને ઈન્ડીયા નામનું ગઠબંધન બનાવ્યું તે ગઠબંધન ચૂંટણી આવી નથી ત્યાં તો વિખેરાવા લાગ્યું છે.

  • વિપક્ષી ગઠબંધનને ત્રીજો ઝટકો
  • મોટો સાથી જેડીયુએ પણ ફાડ્યો છેડો
  • એનડીએમાં જોડાશે 

26 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડીયાને ત્રીજો મોટો ઝટકો લાગવાની તૈયારીમાં છે. નીતિશ કુમાર ઈન્ડીયા ગઠબંધનમાંથી નીકળે એનડીએમા સામેલ થાય તે લગભગ નક્કી છે. નીતિશ પહેલા મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલે પણ ઈન્ડીયા ગઠબંધનમાં નહીં પરંતુ અલગ રહીને પોતપોતાના રાજ્ય બંગાળ અને દિલ્હીમાં લોકસભાની ચૂંટણીઓ લડવાની જાહેરાત કરી છે. 

ઈન્ડીયા ગઠબંધનમાંથી કોણ કોણ બહાર
મમતા બેનરજી
અરવિંદ કેજરીવાલ
અને હવે નીતિશ કુમાર

3 મોટી પાર્ટીઓ ઈન્ડીયા ગઠબંધમાંથી આઉટ
મમતા બેનરજીની ટીએમસી, કેજરીવાલની આમ આદમી પાર્ટી અને નીતિશ કુમારની જેડીયુ ઈન્ડીયા ગઠબંધનમાંથી બહાર નીકળી ગઈ છે. આગામી સમયમાં બીજી પાર્ટીઓ પણ બહાર નીકળી શકે છે. 

નીતિશ ફરી એનડીએ સાથે સરકાર બનાવશે 
બિહારના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. આરજેડી સાથેના તણાવ વચ્ચે નીતિશ કુમાર ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. તેઓ 28 જાન્યુઆરીએ 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. તેમની સાથે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જેડીયુએ પોતાના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટના આવવા માટે કહ્યું છે. જેડીયુએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. 28મી જાન્યુઆરીએ પટનામાં મહારાણા પ્રતાપ રેલી યોજાવાની હતી, તે પણ રદ કરવામાં આવી છે. ભાજપના તમામ નેતાઓ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરી રહ્યા છે. એનડીએના સહયોગી પક્ષોના નેતાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે.

ભાજપ નીતિશને ફરીથી સીએમ બનાવવા સંમત

કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને નીતીશ કુમાર વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. ભાજપ ફરી નીતીશને ગળે લગાડવાની તૈયારીમાં લાગે છે. રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ફોર્મ્યુલા વહેતી થઈ રહી છે. એક સૂત્ર એ છે કે કદાચ એસેમ્બલી વિસર્જન કરી દેવી જોઈએ. પરંતુ એવી પણ સંભાવના છે કે ભાજપ નીતિશને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે રાજી થઈ શકે છે. હવે આ ફોર્મ્યુલા લગભગ અંતિમ બની રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ