બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Lok Sabha elections: Double whammy for I.N.D.I.A bloc after AAP also decides to go solo in Punjab

રાજનીતિ / બે રાજ્યોમાં વિખેરાઈ ગયું INDIA, મમતા બાદ કેજરીવાલનું મોટું એલાન, એકલા લડશે લોકસભા ચૂંટણી

Hiralal

Last Updated: 06:02 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષી ગઠબંધનના સાથી ટીએમસીની બંગાળમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું છે.

  • કોંગ્રેસનની આગેવાનીવાળા ઈન્ડીયા ગઠબંધનને બીજો મોટો ઝટકો 
  • પંજાબમાં લોકસભા ચૂંટણી એકલા લડવાનો AAPનો નિર્ણય 
  • મમતા બેનરજી પણ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની કરી ચૂક્યા છે જાહેરાત 

2024ની લોકસભા ચૂંટણી માટે ભેગા થયેલા વિપક્ષને આજે ઉપરાઉપરી બે ઝટકા લાગ્યાં છે. લોકસભા ચૂંટણી માટે ઈન્ડીયા ગઠબંધન બનાવનાર કોંગ્રેસને બીજો ઝટકો લાગ્યો છે. હવે આમ આદમી પાર્ટીએ પંજાબની બધી 13 લોકસભા બેઠકો એકલે હાથે લડવાનું એલાન કર્યું છે. પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. 

લોકસભા ચૂંટણી પહેલા વિખરાયું ઈન્ડીયા ગઠબંધન
આજે ઈન્ડીયા ગઠબંધન બે રાજ્યોમાં વિખેરાઈ ગયું છે. બંગાળમાં પણ મમતા બેનરજીએ એકલે હાથે લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યું છે જે પછી બીજી મોટી પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં એકલે હાથે ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીએ પંજાબની 13 લોકસભા બેઠકો માટે 40 ઉમેદવારોની પસંદગી કરી છે અને અંતિમ ઉમેદવારનુ નામ નક્કી કરવા માટે સર્વે કરી રહી છે. 

બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો મમતાનો ઈન્કાર
મમતા બેનરજીએ પણ બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે ટીએમસી એકલે હાથે લોકસભાની ચૂંટણી લડશે અને ચૂંટણી બાદ ગઠબંધનનો નિર્ણય લેવાશે. 

ચૂંટણી આવતાં આવતાં વધુ સાથીઓ ફાડશે છેડો

રાજકીય પંડિતો માની રહ્યાં છે કે જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવશે તેમ તેમ ગઠબંધનના સાથીઓ છેડો ફાડી લેશે. યુપી અને બિહાર જેવા મોટા રાજ્યમાં પણ ઈન્ડીયા ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે. યુપીમાં અખિલેશ યાદવ અને બિહારમા નીતિશ કુમાર-લાલુ ઈન્ડીયાનો ખેલ બગાડી શકે છે. 

ઈન્ડીયા ગઠબંધનમાં 26 પાર્ટીઓ
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આગેવાનીમાં 26 પાર્ટીઓ એકમંચ પર આવી હતી અને લોકસભા ચૂંટણીનું એલાન કર્યું હતું. પરંતુ હવે લાગે છે કે દરેક પાર્ટીની રાજકીય મહત્વકાંક્ષા વધી રહી છે અને લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠકો માગી રહી છે. જોકે ગઠબંધનની આગેવાની કરી કોંગ્રેસ વધારે ભાગ લેવા  માગે છે તેથી હવે સાથીઓની એક્ઝિટ શરુ થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ