બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ચૂંટણી 2019 / અમદાવાદ / lok-sabha-elections-congress-in-gujarat

ચૂંટણી / લોકસભા ચૂંટણી: ગુજરાતમાં કોંગ્રેસની બાજી ભાજપ નહીં પણ આ લોકો બગાડી શકે છે

vtvAdmin

Last Updated: 11:40 PM, 2 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એનસીપી આ વખતે ગુજરાતમાં એકલા હાથે લડશે. એટલે કે, એક વાત તો સ્પષ્ટ છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય.. ત્યારે આ ગઠબંધન ન થવા પર કોંગ્રેસને કેવી અસર થઈ શકે અને ભાજપ માટે એનસીપી કેવી રીતે વરદાન રૂપ સાબિત થઈ શકે.

અમદાવાદ: એનસીપી આ વખતે ગુજરાતમાં એકલા હાથે લડશે. એટલે કે, એક વાત તો સ્પષ્ટ છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય.. ત્યારે આ ગઠબંધન ન થવા પર કોંગ્રેસને કેવી અસર થઈ શકે અને ભાજપ માટે એનસીપી કેવી રીતે વરદાન રૂપ સાબિત થઈ શકે.

ગુજરાતની રાજનીતિ હંમેશ દેશની રાજનીતિમાં ચર્ચાનો વિષય રહી છે. તેમાં પણ 2014ના લોકશાહીના જંગમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર બાજી તો મારી લીધી. પરંતુ 2017ના વિધાનસભા જંગે કોંગ્રેસમાં ક્યાંકને ક્યાંક પ્રાણ પુરવાનું કામ કર્યું. પરંતુ ચૂંટણી પહેલા એવું રાજકારણ ગરમાયું છે કે, જાણે કોંગ્રેસની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કારણ કે, આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની એનસીપી સાથે વાત બની શકી નથી.

જેને લઈને હવે એનસીપીએ એકલાહાથે ચૂંટણીના રણમેદાનમાં ઉતરવાનું બ્યૂગલ ફૂંકી દીધું છે..તો બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટી પણ તમામ બેઠકો પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પાંચ બેઠકો પરથી પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતરાશે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, જ્યાં-જ્યાં કોંગ્રેસને જીતની આશા છે. ત્યાં-ત્યાં નાના-નાના રાજકીય પક્ષો તેની બાજી બગાડી શકે છે. આ ચૂંટણીમાં તો હવે પ્રવિણ તોગડિયાની પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળ પણ અંદાજીત 15 બેઠકો પરથી જંપલાવવાની છે.

મહત્વનું છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીના માર્જીન પર નજર કરવામાં આવે તો. એવી અનેક સીટો હતી.જ્યાંથી કોંગ્રેસ માત્ર ગણ્યા-ગાઠ્યા મતે જ હારી હતી. પરંતુ સૌથી મહત્વની બાબત તો એ છે કે, જ્યાં-જ્યાં કોંગ્રેસ ના નેતાઓની હાર થઈ છે અને જેટલા મત જીત માટે જોઈતા હતા. તે મતો આવા નાના પક્ષોના ઉમેદવારોના ખાતમાં જતા રહ્યા હતા. જે મતોને કોંગ્રેસના મત ગણવામાં આવે છે. હાલ દેશ અને રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.

તેવામાં જો ગુજરાતમાં NCP અને બસપા સહિતની પાર્ટીઓ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારે તો કોંગ્રેસના મતો તૂટી શકે છે અને જે સીટો પર ભાજપ વિરોધી માહોલ છે. ત્યાં પણ કદાચ ભાજપને ફાયદો થઈ શકે છે.. ત્યારે જોવું રહ્યું કે, ગુજરાતમાં ગઠબંધનમાં ભંગાણ કોંગ્રેસ માટે ફાયદારૂપી સાબિત થાય છે કે, પછી પંજાનો ખેલ બગડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ