Lok Sabha Elections 2019: PM Narendra Modi fatehabad rally in haryana
ચૂંટણી /
પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને ફરી વખત મોદી સરકાર આવે છેઃ PM મોદી
Team VTV02:38 PM, 08 May 19
| Updated: 03:06 PM, 08 May 19
પ્રધાનમંત્રીએ એક વાર ફરીથી અહીં પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ કહ્યું કે, 2014નાં પહેલાં પાકિસ્તાન આપણાં સૈનિકો સાથે બર્બરતા કરતું હતું અને સતત હુમલાઓ કરતું હતું પરંતુ કોંગ્રેસની સરકાર કંઇ જ કરતું ન હોતી. 2014માં અમારી સરકાર બની તો જવાનોનાં હાથ ખુલ્યાં, હવે અમારી સેના આતંકીઓનાં અડ્ડામાં ઘૂસીને મારે છે.
લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા ચરણનાં પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદીએ બુધવારનાં રોજ હરિયાણાનાં ફતેહાબાદમાં ચૂંટણીસભાને સંબોધિત કરી. આ રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં પાંચ ચરણની ચૂંટણી થઇ ચૂકી છે અને સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે કે 23મેનાં રોજ ફિર એક બાર મોદી સરકાર બનવા જઇ રહી છે. તેઓએ કહ્યું કે, વિપક્ષમાં દરેકે હાથ સરકાર ઉભી કરી દીધેલ છે, ખિચડીવાળી સરકાર બનાવવાનાં તમામ પ્રયાસો નાકામ થઇ ગયા છે.
ફતેહાબાદની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, આ ચોકીદાર દેશને વિશ્વ શક્તિ બનાવવા માટે જોડાયો છે. જે રાષ્ટ્ર પોતાની રક્ષા નથી કરી શકતું, ત્યારે શું દુનિયા તેની વાત સાંભળશે. નવા ભારતની રક્ષા નીતિ પર કોંગ્રેસ અને તેનાં મહામિલાવટી રાષ્ટ્રીય સુરક્ષા પર નથી બોલતાં. આનું અતીત એવું છે કે રાષ્ટ્ર રક્ષા પર તેઓ કંઇ જ નથી બોલતા.
देश की रक्षा करने वालों से झूठ बोलने और उन्हें सम्मान न देने की इनकी सोच के कारण ही कांग्रेस के लोग देश में नेशनल वॉर मेमोरियल नहीं बना सके।
अपने परिवार के लोगों के तो गली-गली में स्मारक बना दिये, लेकिन सैनिको के सम्मान में कोई राष्ट्रीय स्मारक न बना सके: पीएम मोदी #ModiHiAayega
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પણ દિલ્હી-હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી તો કોડીઓનાં ભાવ પર જમીન વહેંચવામાં આવી હતી. આજે આ લોકો જામીન માટે ચક્કર કાપી રહ્યાં છે, ઇડીની ઓફિસનાં ચક્કર કાપી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, હાજી તો જેલનાં દરવાજા સુધી જ લઇ ગયો, આ વખતે આશીર્વાદ આપો અંદર કરી દઇશ.
પ્રધાનમંત્રીએ એક વાર ફરીથી અહીં પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ કહ્યું કે, 2014નાં પહેલાં પાકિસ્તાન આપણાં સૈનિકો સાથે બર્બરતા કરતું હતું અને સતત હુમલાઓ કરતું હતું પરંતુ કોંગ્રેસની સરકાર કંઇ જ કરતું ન હોતી. 2014માં અમારી સરકાર બની તો જવાનોનાં હાથ ખુલ્યાં, હવે અમારી સેના આતંકીઓનાં અડ્ડામાં ઘૂસીને મારે છે.