બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lok Sabha Election 2024 Will Sonia Gandhi contest elections from Telangana CM Reddy made special appeal

કોંગ્રેસની કવાયત / રાયબરેલીથી નહીં, તો હવે ક્યાંથી ચૂંટણી લડશે સોનિયા ગાંધી? આ રાજ્ય સરકારે આપી જોરદાર ઑફર

Megha

Last Updated: 11:39 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એમને સોનિયા ગાંધીને તેલંગાણાની આ સીટથી ચૂંટણી લડવાની ઓફર આપી છે.

  • સોનિયા ગાંધી પણ દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. 
  • મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. 
  • શું સોનિયા ગાંધી પરંપરાગત લોકસભા બેઠક છોડશે? 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પછી સોનિયા ગાંધી પણ દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એમને સોનિયા ગાંધીને તેલંગાણાની ખમ્મમ સીટથી ચૂંટણી લડવાની ઓફર આપી છે. 

સૂત્રો દ્વારા માહીતી મળી છે કે રેવંત રેડ્ડીએ આ મુલાકાત દરમિયાન કહ્યું છે કે તેલંગાણાની ખમ્મમ બેઠક કોંગ્રેસ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને પાર્ટીનો મજબૂત ગઢ માનવામાં આવે છે. જો કે, સોનિયા ગાંધી હજુ સુધી આ ઓફર માટે સંમત થયા નથી. હવે જોવાનું એ રહ્યું કે શું સોનિયા ગાંધી પરંપરાગત લોકસભા બેઠક રાયબરેલીને છોડીને તેલંગાણાની ખમ્મમ બેઠક પરથી ચૂંટણી લડશે?

જણાવી દઈએ કે સોનિયા ગાંધી હાલમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભા સાંસદ છે. તે 2004થી સતત રાયબરેલીથી જીતી રહ્યા છે. સોમવારે જારી કરાયેલ એક સત્તાવાર રીલીઝ મુજબ, રેડ્ડીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને રાજ્યમાંથી ચૂંટણી લડવા વિનંતી કરવામાં આવી હતી કારણ કે ત્યાંના લોકો તેમને 'મા' તરીકે જુએ છે.

વધુ વાંચો: અંતે મમતા બેનર્જી નરમ પડી! પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને આપી 5 સીટોની ઑફર, જાણો કારણ

રેવંત રેડ્ડીએ તેમને કહ્યું કે તેલંગાણાને અલગ રાજ્ય બનાવવામાં તેમના યોગદાનને કારણે તેલંગાણાના લોકો તેમને માતા તરીકે માન આપે છે અને તેમને તે જ રાજ્યમાંથી ચૂંટણી લડવા વિનંતી કરી રહ્યા છે. વિનંતીના જવાબમાં સોનિયાએ કહ્યું કે તે યોગ્ય સમયે નિર્ણય લેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Sonia Gandhi Sonia Gandhi News Telangana CM સોનિયા ગાંધી Sonia Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ