બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lions appeared at the foothills of Bhavnath during the devotees

જૂનાગઢ / ભવનાથની તળેટીમાં લીલી પરિક્રમા દરમિયાન સિંહ દેખાયા, શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ

Kiran

Last Updated: 08:40 AM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીલી પરિક્રમામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે પરિક્રમાના રૂટ પર સિંહોની લટારથી શ્રદ્ધાળુંઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

  • ભવનાથ તળેટીમાં સિંહ દેખાતા ભય
  • પરિક્રમા માટે લાખોની ભીડ વચ્ચે સિંહની હાજરીથી ભયનો માહોલ
  • વન વિભાગે સિંહને પરિક્રમા રૂટથી દૂર ખસેડવા કામગીરી હાથધરી


ગિરનારની લીલી પરિક્રમા વર્ષેથી ચાલી આવતી પરંપરા છે જેમાં લોકો ભક્તભાવે પરિક્રમામાં જોડાતા હોય છે, ગઈ કાલથી શરૂ થયેલી પરિક્રમામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે પરિક્રમાના રૂટ પર સિંહોની લટારથી શ્રદ્ધાળુંઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. 

ભવનાથ તળેટીમાં સિંહ દેખાતા ભય
ગઈ લાકે ભક્તો અને શ્રદ્ધાળુઓના ધસારાને જોતા, જિલ્લા વહીવટી તંત્રેએ 400 લોકોને સ્થઆને વધુ લોકોને શરતી મંજૂરી આપવામાં આવી છે, પરિક્રમાને શરતી મંજૂરી આપતા ભવનાથમાં એકત્રિત થયેલ આશરે એક લાખ પરિક્રમાર્થીઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ તેવામાં પરિક્રમા દરિમયાન ભવનાથની તળેટીમાં સિંહ દેખાતા લોકોના ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જો કે પરિક્રમા માટે લાખોની ભીડ વચ્ચે સિંહની હાજરીથી ભયનો માહોલ સર્જાતા વન વિભાગ દોડતું થયું હતું અને વન વિભાગે સિંહને પરિક્રમા રૂટથી દૂર ખસેડવા કામગીરી હાથધરી, પરિક્રિયામાં ચાલી રહી છે ત્યારે ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સિંહ પરિવારે  ધામા નાખ્યા છે, જેને લઈને હવે વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને લોકોને ચાવચેતી સાથે પરિક્રિમાં કરવાની અપીલ કરી છે. 

પરિક્રમા માટે લાખોની ભીડ વચ્ચે સિંહની હાજરીથી ભયનો માહોલ


ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતા પ્રવેશદ્વાર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કોવિડને ધ્યાને રાખીને આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે મંજૂર આપવામાં આવી હતી. આમ, છતા મોટા પ્રમાણમાં ગેટ પર લોકો એકઠા થઇ જતા તંત્ર દ્વારા તાત્કાલિક નિયમમાં ફેરફાર કરાયો છે. જૂનાગઢમાં યાત્રાળુઓનો ધસારો જોતા જિલ્લા કલેકટર રચિત રાજે છેલ્લી ઘડીએ પરિક્રમાને શરતી મંજૂરી આપતા ભવનાથમાં એકત્રિત થયેલ આશરે એક લાખ પરિક્રમાર્થીઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ.

વન વિભાગે સિંહને પરિક્રમા રૂટથી દૂર ખસેડવા કામગીરી હાથધરી


ગિરનારની લીલી પરિક્રમા અંગે જૂનાગઢ વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લેતા હવે 400ની મર્યાદામાં લોકો તબક્કાવાર જઈ શકશે. 400-400ના જૂથમાં લોકો પરિક્રમામાં જઈ શકશે. સંતો, સામાજિક સંગઠન અને શ્રદ્ધાળુઓની માંગને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે. અગાઉ માત્ર 400 લોકોની મર્યાદા સાથે પરિક્રમા યોજવાની હતી. પહેલા માત્ર સાધુ-સંતો જ લેવાના હતા ભાગ
હવે 400ના જથ્થામાં સામાન્ય લોકો પણ પરિક્રમા કરી શકશે.

શ્રદ્ધાળીઓ અને વિશ્વ હિન્દુ સંગઠને કર્યો હતો વિરોધ

કોરોનાના કારણે લીલી પરિક્રમામાં માત્ર 400 લોકોને મંજૂરી અપાઇ હતી, જેમાં માત્ર સાધુ સંતો જ જોડાઈ શકે છે, તંત્રના આવા નિર્દેશને પગલે આજે શ્રદ્ધાળુઓ અને વિશ્વ હિન્દુ સંગઠન ભારે વિરોધ કર્યો હતો. વિરોધને પગલે પરીક્રમાના મુખ્ય ગેટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પરિક્રમાના એન્ટ્રી ગેટ પર લોકોએ કર્યો હતો હલ્લાબોલ

દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે ઓછા લોકો સાથે યોજવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એવા જૂનાગાઢમાં કોરોના વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી લીલી પરિક્રમાનું આયોજન કરી શકાયું ન હતું ત્યારે આ વર્ષે કલેકટરની બેઠકમાં લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે. આ પરિક્રમા દરમિયાન માત્ર 400 લોકો જ ભાગ લઈ શકે તેવો નિર્ણય લેવાયો હતો. જેમાં કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે. જોકે પરિક્રમાના ગેટ પર લોકોએ હલ્લાબોલ કરતા 400 લોકોને મંજૂરી વાળી ગાઇડલાઇનમાં હવે ફેરફાર કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ