બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Light to moderate rainfall forecast in these districts of Gujarat, weather change in some areas from early morning

આગાહી / ગુજરાતના આ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી, વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટો

Kiran

Last Updated: 08:36 AM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું છે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ગુજરાના અનેક જિલ્લાઓમાં વાવાવરણાં પલટો જોવા મળ્યો

  • રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન વિભાગની આગાહી
  • ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં થઈ શકે છે હળવો વરસાદ
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના

આજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું છે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ગુજરાના અનેક જિલ્લાઓમાં વાવાવરણાં પલટો જોવા મળ્યો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મોડી સાંજે બાદ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતને અનેક જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે જેના ભાગ રૂપે અમદાવાદમાં ભારે વહેલી સવારે ભારે પવન ફુંકાયો તો અને વાતાવરણમાં પલટો આવી જતા વરસાદી માહોલ સર્જાયો હતો.

વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.પંચમહાલ ગોધરામાં પણ વાતાવરણ પલટાની અસર જોવા મળી હતી જેના પગલે વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.શહેરા, મોરવા હડફ અને ગોધરા સહિત અનેક વિસ્તારમાં બે દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વાતાવરણમાં પલટો જોવા મળ્યો

આ તરફ સુરતના પાલ, અડાજણ વિસ્તારમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના લીધી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસું બેસશે જેના ભાગ રૂપે પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થતા રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

​રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી થતા વરસાદ

રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં મોડી રાતે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે.

વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી

આ તરફ અરવલ્લીમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અરવલ્લીના શામળાજી, ઈસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.મોડી રાતે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. 

ખેડૂતોમાં મોટા પ્રમાણમાં ચિંતા

આ તરફ બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી છે. ખેડૂતોમાં મોટા પ્રમાણમાં ચિંતા જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ