બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Light showers are forecast in some parts of the state including Ahmedabad

ગુજરાત / રાજ્યમાં ઘટશે મેઘરાજાનું જોર: હવે વરસશે માત્ર છૂટોછવાયો વરસાદ, અમદાવાદમાં હજુ હળવાં ઝાપટાંની આગાહી

Dinesh

Last Updated: 04:07 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update : હવામાન નિષ્ણાતો જણાવે છે કે ચોમાસાના વિદાયની પ્રક્રિયા હવે શરૂ થશે, જોકે ચોમાસું વિદાય લેવા છતાં પણ છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે

  • ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે
  • 'હજુ બે-ચાર દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા'
  • 'ઓક્ટોબરમાં લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે'

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડી રહ્યાં છે. હજુ બે-ચાર દિવસ આ માહોલ રહે તેવી શક્યતા છે, જોકે ગુજરાત માટે સારા સમાચાર એ છે કે હવે રાજ્યમાંથી વરસાદનું જોર ઘટતું જશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી વરસાદના વિદાયની શરૂઆત થઈ ચૂકી હોઈ રાજ્યમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે તેમ સ્થાનિક હવામાન વિભાગ જણાવે છે. 

ગુજરાતમાં વરસાદની હાલ કોઈ જ સિસ્ટમ એક્ટિવ નહીં, ક્યાંક ધીમીધારે તો ક્યાંય  છૂટોછવાયો વરસે તેવી શક્યતા/ ambalal forecast arrival of meghraja in gujarat  from today heat ...

24 જિલ્લાના 76 તાલુકામાં વરસાદ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર ૩.૯૬ મિ.મી. વરસાદ પડ્યો હતો. રાજ્યના 24 જિલ્લાના 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જે પૈકી સુરત શહેરમાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જૂનાગઢના વીસાવદર, વલસાડના કપરાડામાં લગભગ બે ઇંચ, નવસારીના ખેરગામ, ભરૂચના ઝઘડિયા, બનાસકાંઠાના અમીરગઢ, અમરેલી તાલુકા અને સાબરકાંઠાના પો‌શિના તથા તાપીના નિઝરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના ચોર્યાસીમાં, નવસારીના વાંસદા, નવસારી, છોટાઉદેપુર તાલુકા તેમજ અરવલ્લીના ભિલોડા, તાપીના દોલવણમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણા, નર્મદાના તિલકવાડા, સુરતના માંડવીમાં પોણો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આણંદના સોજિત્રા, અમરેલીના લાઠી, ગાંધીનગરના કલોલ, અરવલ્લીના મેઘરજ અને મોડાસા, સુરતના મહુવા, ડાંગના સુબીર, છોટાઉદેપુરના કવાંટ, આણંદના તારાપુર, વલસાડના ધરમપુર અને ઉમરગામમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજ્યના 11 તાલુકામાં વરસાદ વરસ્યો
જ્યારે આજે સવારના છથી દસ વાગ્યા વચ્ચે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનાં સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના ધોલેરામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બોટાદના રાણપુરમાં એક ઇંચ અને નવસારીના ગણદેવી તેમજ ભરૂચના જંબુસરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારના ચાર કલાકના સમયગાળામાં રાજ્યના 11 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં વરસાદની આગાહી, મહેસાણા, નવસારી સહિતના  જિલ્લાઓને ધમરોળશે | Rain forecast in these districts of Gujarat in the next  24 hours, see what the Meteorological ...

હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે
રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરા-નગર હવેલી તેમજ અમદાવાદ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને   દીવમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે. આવતી કાલે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
તા. 29 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે. તા. 30 સપ્ટેમ્બર, તા. 1 ઓક્ટોબર અને તા. 2 ઓક્ટોબરે રાજ્યમાં ક્યાંય પણ હળવા કે મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ નથી. તા. 30 સપ્ટેમ્બરથી રાજ્યમાં મહદ્અંશે હવામાન સૂકું રહેશે. 

ચોમાસાના વિદાયની પ્રક્રિયા હવે શરૂ થશે
બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાતો જણાવે છે કે ચોમાસાના વિદાયની પ્રક્રિયા હવે શરૂ થશે, જોકે ચોમાસું વિદાય લેવા છતાં પણ છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે, કેમ કે અરબી સમુદ્રમાં તા.28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડવાની વકી છે. બીજી તરફ ગરમીનું જોર વધશે અને ઓક્ટોબરમાં લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે.

આજે છત્રી-રેઈનકોટ સાથે જ રાખજો: અમદાવાદ-ગાંધીનગરથી લઈને ઉત્તર ગુજરાતનાં  આટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી | Rain forecast from Ahmedabad-Gandhinagar to  these districts of ...

અમદાવાદમાં હજુ બે દિવસ વરસાદનાં હળવાં ઝાપટાં પડશે
શહેરમાં આજે અને આવતી કાલે વાદળછાયા વાતાવરણની સાથે હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત તા.3 ઓક્ટોબર સુધી શહેરનું આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. ગઈ કાલે અમદાવાદમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી, જ્યારે આજે સવારે 26.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ