બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / Leave RCB Virat After Bangalore loss, kevin advised Kohli to join another team

IPL 2023 / 'RCB છોડી દે વિરાટ' બેંગ્લોરની હાર બાદ આ દિગ્ગજ ખેલાડીએ કોહલીને આપી બીજી ટીમમાં જોડાવવાની સલાહ

Megha

Last Updated: 03:12 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીની આટલી મહેનત પછી પણ જ્યારે RCB પ્લેઓફમાં ન પંહોચી તો ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વિરાટના આઈપીએલ કરિયર પર મોટું નિવેદન આપ્યું હતું.

  • RCB ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટથી હારી હતી 
  • સદી ફટકારનાર વિરાટ કોહલીની ઇનિંગ્સ પર પણ પાણી ફરી વળ્યું
  • ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે વિરાટને આપી ટીમ બદલવાની સલાહ 

IPL 2023ની છેલ્લી લીગ મેચમાં RCBને ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સામેની હાર બાદ આરસીબી પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ હતી. આ સાથે જ આ ટીમ માટે શાનદાર સદી ફટકારનાર વિરાટ કોહલીની ઇનિંગ્સ પર પણ પાણી ફરી વળ્યું. વિરાટ કોહલીની આટલી મહેનત પછી પણ જ્યારે RCB પ્લેઓફમાં ન પંહોચી તો ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વિરાટના આઈપીએલ કરિયર પર મોટું નિવેદન આપ્યું હતું. 

જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને વિરાટ કોહલીને RCB છોડીને ફ્રેન્ચાઈઝી બદલવા માટે કહ્યું છે આ સાથે જ તેને એમ પણ સૂચન કર્યું કે કોહલીએ દિલ્હી કેપિટલ્સમાં જોડાવું જોઈએ. જણાવી દઈએ કે 60 બોલમાં કોહલીની સદી બાદ પણ લીગ છેલ્લી મેચમાં આરસીબીની ટીમ હારી ગઈ હતી. આ મેચમાં ટીમ ગુજરાત ટાઇટન્સે 198 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. 

નોંધનીય છે કે કોહલી 2008માં લીગની શરૂઆતની સીઝનથી આરસીબી સાથે છે અણએ એ ટીમમાં લાંબા સમય સુધી કેપ્ટનશીપ સંભાળ્યા બાદ તેણે 2021માં આ જવાબદારી છોડી દીધી હતી.

પીટરસને ટ્વિટ કરીને કોહલીને દિલ્હી કેપિટલ્સમાં જોડાવાનું સૂચન આપ્યું હતું પણ આવું થાય તેની સંભાવના ઘણી ઓછી છે. જણાવી દઈએ કે કોહલીએ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી તે IPL રમશે ત્યાં સુધી તે RCB સાથે રહેશે.

જણાવી દઈએ કે વિરાટ કોહલીની હોમ ટીમ દિલ્હી રહી છે. તેણે દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમીને આંતરરાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી હતી પણ જ્યારે આઈપીએલ માટે પ્રથમ હરાજીમાં તેને ખરીદવાની વાત આવી ત્યારે દિલ્હીની ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદ્યો ન હતો. આ સાથે જ કોહલીની ઓળખ બનાવવામાં RCBનો પણ મોટો હાથ છે. 

મહત્વનું છે કે વિરાટ કોહલી IPLનો પહેલો ખેલાડી છે જેણે કોઈપણ એક ટીમ માટે 7000 થી વધુ રન બનાવ્યા હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ