બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Law for population control will be brought soon: Union Minister Prahlad Singh Patel

પોપ્યુલેશન / સરકાર ટૂંક સમયમાં લાવશે વસતી નિયંત્રણનો કાયદો- કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની જાહેરાત

Hiralal

Last Updated: 09:49 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર ટૂંક સમયમાં વસતી નિયંત્રણનો કાયદો લાવી શકે છે અને હવે કેન્દ્રીય મંત્રીએ આ મુજબની જાહેરાત પણ કરી દીધી છે.

  • કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી પ્રહલાદ પટેલની જાહેરાત
  • સરકાર ટૂંક સમયમાં લાવશે વસતી નિયંત્રણનો કાયદો 
  • સરકારે લીધા મોટા નિર્ણયો, વસતી નિયંત્રણનો કાયદો પણ આવી જશે 

દેશની સૌથી મોટી સમસ્યા વસતી વધારો છે અને જે હદે ભારતમાં વસતી વધી રહી છે તે જોતા આગામી સમયમાં દેશમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં રહે. આવી સ્થિતિમાં સૌથી તાકીદની જરુર વસતી નિયંત્રણનો કાયદો લાવવાની છે. ભારતમાં વસતી નિયંત્રણનો કાયદો લાવવાની તાતી જરુર છે અન્યથા બાજી બગડવાનું નક્કી છે. સરકારે પણ હવે આ દિશામાં વિચારવાનું શરુ કર્યું છે. 

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં વસ્તી નિયંત્રણ માટે બિલ લાવશે-મંત્રી 

 છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં બોલતા કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી પ્રહલાદ પટેલે એક મહત્વની જાહેરાત કરી દીધી છે. મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મંગળવારે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં વસ્તી નિયંત્રણ માટે બિલ લાવશે. પત્રકારોએ જ્યારે તેમને કાયદા વિશે માહિતી માંગી તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જનસંખ્યા નિયંત્રણ બિલ જલ્દી આવશે. ચિતા કરો નહિ. જ્યારે આવા મોટા અને મજબૂત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે બાકીના પણ ટૂંક સમયમાં આવશે. 

દેશમાં જળ જીવન મિશનના લક્ષ્યાંકનો 50 ટકાની નજીક 
પ્રહલાદ પટેલે કહ્યું કે જળ જીવન મિશનના લક્ષ્યાંક સરેરાશ 50 ટકાની નજીક છે. તેમણે કહ્યું કે રાજ્યનું નેતૃત્વ કેન્દ્રીય યોજનાઓને પણ લાગુ કરી શક્યું નથી. પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અત્યાર સુધીમાં જળ જીવન મિશનના લક્ષ્યાંકનો માત્ર 23 ટકા હિસ્સો જ પૂરો કરી શકી છે, જ્યારે દેશભરમાં તેની સરેરાશ 50 ટકાની નજીક છે. રાજ્યમાં પહેલેથી જ પાણીની મોટી સમસ્યા છે. એ જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લક્ષ્ય છત્તીસગઢ હજુ સુધી હાંસલ કરી શક્યું નથી. આ પહેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા તેમણે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા આઠ વર્ષના કાર્યોની ગણના કરતા કહ્યું હતું કે, ગરીબોની સેવા અને કલ્યાણ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ