ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Last lunar eclipse of the year: No evening aarti at Somnath temple today

Chandra Grahan 2023 / વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ: આજે સોમનાથ મંદિરમાં સાંજની આરતી નહીં થાય, જાણો ભક્તો માટે કેટલાં વાગ્યા સુધી દર્શન શરૂ રહેશે

Published By: Malay

Last Updated: 08:05 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan: શરદપૂર્ણિમા અને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઇ સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં સાંજની આરતી બંધ રહેશે, મંદિરમાં દર્શનનો સમય યથાવત રહેશે. એટલે કે ગ્રહણ દરમિયાન પણ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે.

ADVERTISEMENT

  • આજે શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ 
  • ગુજરાતના મોટા ભાગના મંદિરો આજે બપોર બાદ રહેશે બંધ 
  • સોમનાથ મંદિરમાં સાંજની આરતી નહીં થાય 
  • દ્વારકા, અંબાજી, બહુચરાજી મંદિરના સમયમાં ફેરફાર 
  • પાવાગઢ, ડાકોર સહિતના મંદિરોના સમયમાં ફેરફાર 

Chandra Grahan: આજે શરદપૂર્ણિમા અને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઇ ભારતમાં અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રહણને લઇને સોમનાથ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ડાકોર સહિતના મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો. આજે બપોરે 2.30 કલાકે વેધ શરુ થતા મંદિરોમાં સવારની આરતી બાદ પૂજાપાઠ નહીં થાય.

સોમનાથ મંદિરમાં દાતાઓએ કર્યું સોનાનું દાન, 1500થી વધુ કળશ સુવર્ણ જડિત કરાશે  | somnath temple kalash gold
સોમનાથ મંદિર

મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે
સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગિત રહેશે. ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. ચંદ્ર ગ્રહણને લઈ સોમનાથ મંદિર દર્શનનો સમય સવારે 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.

સોમનાથ, સાળંગપુર, દ્વારકા મંદિર જતાં પહેલા આ અપીલ પર ખાસ નજર કરજો, પડી શકે  ધરમનો ધક્કો | Before going to Somnath Salangpur Dwarka temple pay special  attention to this appeal
દ્વારકા મંદિર

સુંદરકાંડપાઠ સાંજે શરૂ થશે
ચંદ્રગ્રહણને અનુલક્ષીને ટ્રસ્ટના સોમનાથ મંદિર સહિતના મંદિરોમાં મધ્યાહ્ન આરતી પછી દરેક પૂજાક્રમ બંધ રહેશે. સાથે જ સાથે આરતી, ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. સોમનાથ મંદિર પરિસરમાં દરમાસની પુર્ણિમાએ યોજાતા સુંદરકાંડપાઠ નિયત સમયે સાંજે 5-30 વાગ્યે પ્રારંભ થશે.

આવતીકાલે પ્રાંતઃ આરતી 7 વાગ્યે થશે
તા.29/10/2023ના તમામ મંદિરો તેના નિયત સમયે ખુલશે. ગ્રહણ મોક્ષ તા.29 ઓક્ટોબરના મધ્યરાત્રીએ થતો હોવાથી, પ્રાતઃ મહાપૂજન સવારે 6:10 કલાકે, પ્રાત:આરતી સવારે 7:00 કલાકે નિયત સમય અનુસાર કરવામાં આવશે. ચંદ્ર ગ્રહણને લઈ સોમનાથ મંદિર દર્શનનો સમય પ્રાતઃ 6-00થી રાત્રીના 10-00 સુધીનો રહેશે. ગ્રહણનો પુણ્યકાળ ગ્રહણ સ્પર્શથી ગ્રહણ મોક્ષ સુધી રહેશે.

દેશના 51 શક્તિપીઠોમાંથી એક પૌરાણિક મંદિર છે અંબાજી | know the facts of  ambaji temple and history
અંબાજી મંદિર

આજે અને કાલેના ગ્રહણની વિગત
વેધ પ્રારંભ: બપોરે 1:42:44 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ સ્પર્શ: રાત્રે 10:43:28 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ મધ્ય: મધ્યરાત્રીના 12:57:00 (કલાક: મિનિટ: સેકન્ડ)
ગ્રહણ મોક્ષઃ મધ્યરાત્રીના 03:08:03 (કલાક: મિનિટ: સેકન્ડ)

સંકળાયેલા મુદ્દાઓ

Last lunar eclipse Somnath Temple dwarka mandir અંબાજી મંદિર ચંદ્રગ્રહણ 2023 દ્વારકા મંદિર શરદપૂર્ણિમા સોમનાથ મંદિર Chandra Grahan 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ