બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / Lanka Premiere league: A black snake entered the field during the match, watch the video

ના હોય / OMG! LIVE મેચ વચ્ચે મેદાનમાં ઘૂસી આવ્યો કાળતરો સાંપ, ખેલાડીઓ રહી ગયા દંગ, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 07:14 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચ દરમિયાન મેદાનમાં કાળા સાપે એન્ટ્રી મારી! ચોથી ઓવર બાદ અચાનક મેચ રોકી દેવી પડી. જુઓ વીડિયો

  • લંકા પ્રીમિયર લીગ દરમિયાન બની ઘટના
  • મેચ દરમિયાન મેદાનમાં સાપે મારી એન્ટ્રી
  • કાળા સાપને જોઈને સૌ કોઈ ભયભીત થયાં

ક્રિકેટની મેચ ઘણીવખત વરસાદનાં કારણે સ્થગિત કરવામાં આવતી હોય છે. વાવાઝોડા કે વરસાદી માહોલમાં ક્યારેક કૂતરાં મેદાનમાં ઘૂસી જતાં જોવા મળ્યાં છે પરંતુ લંકા પ્રીમિયર લીગમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. મેચ દરમિયાન મેદાનમાં કાળો સાપ પ્રવેશ્યો જેના કારણે મેચને તાત્કાલિક અટકાવવી પડી. ગૉલ ટાઈટંસ અને દાંબુલા ઑરાની વચ્ચે ચાલતી મેચમાં આ ઘટના બની હતી. જુઓ વીડિયો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FanCode (@fancode)

અચાનક મેચ અટકાવી દેવામાં આવી 
જે સમયે કાળો સાપ મેદાનમાં ઘૂસ્યો ત્યારે દાંબુલાની ટીમ બેટિંગ કરી રહી હતી. ક્રીઝ પર ધનંજય ડિસિલ્વા અને કુસલ પરેરા હાજર હતાં. ત્યારે ચોથી ઓવર સમાપ્ત થતાંની સાથે અચાનક મેચ અટકાવી દેવામાં આવી હતી કારણકે મેદાનમાં કાળો સાપ ઘૂસી ગયો હતો. સાપને પકડવું અઘરું છે તેથી સાપ જ્યારે બાઉન્ડ્રીની બહાર નિકળ્યો ત્યારે મેચ ફરી શરૂ કરવામાં આવી.

દિનેશ કાર્તિકે ઊડાવ્યો મજાક
લંકા પ્રીમિયર લીગની મેચ દરમિયાન સાપની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાનાં ખેલાડી દિનેશ કાર્તિકે આ ઘટના પર મજાક બનાવતાં લખ્યું કે, મને લાગ્યું કે નાગિનની એન્ટ્રી બાંગ્લાદેશમાં થઈ છે. તો સ્કોટ સ્ટાયરિસે પણ ટ્વીટ પર લખ્યું કે ક્રિકેટનાં મેદાન પર હવે તેમણે બધું જ જોઈ લીધું છે.

પહેલા પણ બની છે આવી ઘટના
શ્રીલંકાનાં આ સ્ટેડિયમથી પહેલા ભારતમાં પણ સાપે મેદાનમાં એન્ટ્રી કરી છે. ગુવાહાટીનાં બરસપારા સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રીકાની મેચ દરમિયાન સાપ ઘૂસી ગયો હતો જેના લીધે મેચને સ્થગીત કરવી પજી હતી. જો કે હવે એ મેદાનમાં સાપની એન્ટ્રીને રોકવા માટે સ્પેશિયલ જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ