બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Lancet Warns About 'Tomato Flu' In India That Leaves Children With Red Blisters

નવી આફત / કોરોના અને મંકિપોક્સની વચ્ચે ભારતમાં ફેલાઈ નવી બીમારી, 5 વર્ષના 82 બાળકો થયા સંક્રમિત, લક્ષણો જાણજો

Hiralal

Last Updated: 08:58 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના અને મંકિપોક્સની વચ્ચે ભારતમાં હવે ટોમેટો ફીવર નામની નવી બીમારી જોર પકડી રહી છે અને હાલમાં બે રાજ્યો કેરળ અને ઓડિશામાં 82 બાળકો સંક્રમિત છે.

  • ભારતમાં ફેલાઈ ટોમેટો ફીવર નામની નવી બીમારી
  • કેરળ અને ઓડિશામાં 82થી વધારે કેસ 
  • 5 વર્ષના બાળકો બની રહ્યાં છે ટોમેટો ફીવરનો ભોગ

ભારત હવે બીમારીઓનું ઘર બની રહ્યું છે. નવી નવી બીમારીઓનું અહીં આવવાનું ચાલું થયું છે. હાલમાં કોરોના અને મંકિપોક્સનો પ્રકોપ ચાલું જ છે ત્યાં વળી હવે નાના બાળકોને ચપેટે ચડાવતી નવી બીમારી સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે. 

દેશમાં વધ્યો ટોમેટો ફીવરનો કોપ, 5 વર્ષના 82 બાળકો બન્યાં બીમાર 
ભારતમાં ટોમેટો ફીવર નામની બીમારીનો કોપ વધ્યો છે. 5 વર્ષના બાળકો આ બીમારીની સૌથી વધારે ચપેટમાં આવી રહ્યાં છે તેથી બાળકોને સાચવવાની વધારે જરુર છે. 6 મેના દિવસ કેરળના કોલ્લમમાં ટોમેટો ફીવરનો પહેલો કેસ સામે આવ્યો હતો અને હવે લાન્સેટના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ટોમેટો ફીવરથી 82 બાળકો સંક્રમિત થયા છે. આ તમામ બાળકો 5 વર્ષ કરતા નાના છે. 

લાન્સેટના રિપોર્ટમાં અપાઈ ભયાનક ચેતવણી 
લાન્સેટના રિપોર્ટમાં એવું જણાવાયું છે કે દેશમાં ટોમેટો ફીવર નામની નવી બીમારી એક સમસ્યા બની રહી છે. આ વાયરસ કેરળમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘેરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર કેરળના ઝોનલ વિસ્તારો જેવા કે આર્યંકાવુ અને નેદુવાતુરમાં તેનો ફેલાવો થઇ રહ્યો છે. અચાનક આ બીમારી ફેલાયા બાદ પાડોશી રાજ્યો તમિલનાડુ અને કર્ણાટકમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ટોમેટો ફીવર દુર્લભ પ્રકારનો વાયરલ રોગ
ટોમેટો ફીવર એક દુર્લભ પ્રકારનો વાયરલ રોગ છે. આ રોગમાં ચામડી પર  લાલ ધબ્બા પડીને વારંવાર ખંજવાળ આવે છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા રહે છે. જોકે આ રોગને ટામેટાં સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેને ટમેટા-ફ્લૂ કહેવામાં આવે છે કારણ કે આ રોગમાં ફોલ્લીઓ ટામેટાંને મળતી આવે છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘેરી લે છે.

ટોમેટો ફીવરના લક્ષણો

  • ત્વચા પર ફોલ્લીઓ 
  • ભારે તાવ
  • શરીરમાં ખેંચાણ
  • સાંધામાં સોજો
  • ડિહાઇડ્રેશન
  • થાક

ટોમેટો ફીવરના લક્ષણો દેખાય તો શું કરવું 
ટોમેટો ફ્લૂના લક્ષણો દેખાય તો તરત જ બાળકને કોઈ સારા ડોક્ટરને બતાવો. બાળકને ખંજવાળ ન આવે અને તેની સ્વચ્છતા યોગ્ય રીતે થાય તેનું ધ્યાન રાખવું પડશે. બાળકને પૂરતો આરામ પણ આપવો પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ