બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kunvarji bavaliya big statement on atkot k d hospital Inauguration gujarati news

નિવેદન / આટકોટમાં PMની સભામાં દિગ્ગજ નેતાને પોસ્ટરમાં ન અપાયું સ્થાન, કહ્યું, મારો ફોટો તો લોકોના દિલમાં છે

Dhruv

Last Updated: 02:17 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આટકોટની કે.ડી હોસ્પિટલના લોકાર્પણ પોસ્ટરમાંથી બાવળિયાની બાદબાકી કરાતા કહ્યું કે, 'મારા કાર્યને લઈને લોકોના દિલમાં મારો ફોટો છે.'

  • કે.ડી હોસ્પિટલના લોકાર્પણ પોસ્ટરમાંથી કુંવરજી બાવળિયા ગાયબ
  • મારા ફોટા આ વિસ્તારના લોકોના દિલમાં છે: બાવળિયા
  • મારા કાર્યને લઈને લોકોના દિલમાં મારો ફોટો છે: બાવળિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇ કાલે શનિવારના રોજ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણી શકાય તેવી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.ડી પરવાડીયા હોસ્પિટલનું (K D Parvadia Multispeciality Hospital) લોકાર્પણ કર્યું હતું. ત્યારે તેના લોકાર્પણને લગતા બેનરોમાં કુંવરજી બાવળીયાનો ફોટો ન હતો. જેથી આ મુદ્દે બાવળિયાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'મારા ફોટા આ વિસ્તારના લોકોના દિલમાં છે. મારા કાર્યને લઈને લોકોના દિલમાં મારો ફોટો છે.'

હોસ્પિટલના લોકાર્પણના પોસ્ટરમાંથી કુંવરજી બાવળિયાનો ફોટો જ ગાયબ

તમને જણાવી દઇએ કે, ગઇ કાલે PM મોદીએ આટકોટ ખાતે કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. તે હોસ્પિટલના લોકાર્પણના પોસ્ટરમાં કુંવરજી બાવળિયાનો ફોટો જ ન હોતો. આથી, કુંવરજી બાવળિયાએ આ મુદ્દે નિવેદન આપતા રાજકારણમાં ફરી ગરમાવો આવે તેવી શક્યતા.

પરેશ ગજેરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ચહેરો રહે તેવી શક્યતા

તદુપરાંત રાજકોટના આટકોટમાં પીએમ મોદીના હસ્તે માતૃશ્રી કે.ડી.પી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થઇ હતી. પીએમ મોદીના સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે આ પ્રસંગ બાદ ડૉ. ભરત બોઘરાની ચોમેર ચર્ચાઓ થઇ રહી છે. આટલી મોટી જનમેદની એકઠી કરવામાં સફળ રહ્યાંની ચર્ચા થઇ રહી છે. 

જસદણમાં ભાજપ કોને આપશે ટિકિટ ?

મહત્વનું છે કે જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર ગુજરાત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા ભાજપનો ચહેરો હોઇ શકે છે તે વાતે જોર પકડ્યુ છે. રાજકોટના આટકોટ ખાતે આટલી મોટી જનમેદની જોતા જસદણ બેઠક પર કોને ટિકિટ આપવી તેની અટકળો અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. ત્યારે પીએમના કાર્યક્રમ બાદ ડૉ.ભરત બોધરા-પ્રમુખ પરેશ ગજેરાનું નામ ઉમેરાયું છે. મહત્વનું છે કે પરેશ ગજેરા એક સમયે ખોડલધામના પ્રમુખ રહી ચુક્યા છે. 
પરેશ ગજેરા પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ચહેરો હોઇ શકે છે.  ભાજપ રાજકોટથી પરેશ ગજેરાને લડાવી શકે છે.

પરેશ ગજેરા પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ચહેરો ?

મહત્વનું છે કે પરેશ ગજેરા ગજેરા પ્રતિભાશાળી અને લોકપ્રિય નેતા તરીકેની ઓળખ ધરાવે છે. તેઓએ અનેકવાર નરેન્દ્ર મોદીના કાર્યોને  વખાણી ચૂક્યા છે. તેઓને સૌથી મોટી પાટીદાર વોટબેંક માટે ભાજપ પરેશ ગજેરાને તક આપી શકે છે કારણ કે એવું માનવામાં આવે છે કે જો પરેશ ગજેરા રાજકોટથી ચૂંટણી લડે તો કાલાવડ, જૂનાગઢ, જામનગર , અમરેલી, સુરત સહિતના વિસ્તારોમાં પાર્ટીને લાભ થશે.  મહત્વનું છે કે પરેશ ગજેરા ખોડલ ધામ ટ્રસ્ટના પ્રમુખ રહી ચૂક્યા છે.

ભલે હોસ્પિટલનું મે ઉદ્ઘાટન કર્યુ, પરંતુ આપણે એવું કરીએ કે અહીં કોઈને આવવું જ ન પડે : PM મોદી

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે, 'સમાજમાં એવી સ્વસ્થતા માટેનું વાતાવરણ બનાવીએ કે આ હોસ્પિટલ ખાલીને ખાલી જ રહે. સૌ કોઇ સ્વસ્થ રહે તો કોઇએ આવવુ જ ન પડે. અને જો હોસ્પિટલમાં આવે તો પહેલા જ કરતા તાજો તમતમતો થઇને પાછો જાય તેવું આ કાર્ય આ હોસ્પિટલમાં થવાનું છે તેમ જણાવ્યું હતું,.તો વધુમાં કહ્યુ કે જામનગરમાં  WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નું શિલાન્યાસ કર્યું. તો આ તરફ રાજકોટમાં એઇમ્સનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે અને આટકોટમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ.  સૌરાષ્ટ્રવાસીઓને સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ગણાવી હતી.'

જુઓ હોસ્પિટલમાં કેવી છે સુવિધા ?

હોસ્પિટલમાં સુવિધા કેવી હશે તે અંગે વાત કરીએ તો,  રૂપિયા 40 કરોડનાં ખર્ચે કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 200 બેડની આ હોસ્પિટલમાં રૂપિયા 14 કરોડથી વધુના આધુનિક મશીનો સહિતની એઇમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. અહીં સારવાર માટેનો ખર્ચ ખૂબ નજીવો રખાયો છે. જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250 અને જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.આ ઉપરાંત આ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ