બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / Koffee With Karan 8 Amazing video of Deepika-Ranveer's marriage came out after 5 years of marriage, fans jumped with joy

મનોરંજન / લગ્નના 5 વર્ષ બાદ સામે આવી દીપિકા-રણવીરના મેરેજનો અદભુત Video, ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યાં

Megha

Last Updated: 09:19 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા અને રણવીર કોફી વિથ કરણ સીઝન 8ના પહેલા એપિસોડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન કપલે આવી ઘણી બધી વાતો શેર કરી જે ફેન્સને ભાગ્યે જ ખબર હશે.

  • દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના ઘણા વિડીયો વાયરલ 
  • બંને કોફી વિથ કરણ સીઝન 8 ના પહેલા એપિસોડમાં જોવા મળ્યા
  • રણવીર સિંહ દીપિકા પાદુકોણને પહેલીવાર ક્યાં મળ્યો હતો?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વર્ષ 2018માં થયા હતા. જો કે તેમના લગ્નનો વિડીયો હજુ સુધી બહાર પાડવામાં આવ્યા નહતા પરંતુ હવે કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણની નવી સીઝનમાં દીપિકા-રણવીરે ચાહકોને લગ્નની ઝલક બતાવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

દીપિકા-રણવીરના લગ્નના ઘણા વિડીયો વાયરલ 
સોશિયલ મીડિયા પર ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મહેંદી, હલ્દી અને લગ્નની દરેક વિધિની ઝલક જોઈ શકાય છે. આટલું જ નહીં રિસેપ્શનની ઝલક પણ જોવા મળી છે. જ્યારે રણવીર સિંહ પણ વીડિયોમાં ડાન્સ કરતો જોઈ શકાય છે.  આ સિવાય એક વીડિયોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને ચક્કર લગાવતા જોઈ શકાય છે. અભિનેત્રી તેની આ ખાસ ક્ષણ વિશે પણ વાત કરતી જોવા મળી રહી છે. શોમાં આ વીડિયો જોઈને કરણ જોહર પણ ઈમોશનલ થતો જોવા મળી રહ્યો છે. 

દીપિકા અને રણવીર કોફી વિથ કરણ સીઝન 8 ના પહેલા એપિસોડમાં જોવા મળ્યા
દીપિકા અને રણવીર કોફી વિથ કરણ સીઝન 8ના પહેલા એપિસોડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન કપલે આવી ઘણી બધી વાતો શેર કરી જે ફેન્સને ભાગ્યે જ ખબર હશે. દીપિકા અને રણવીર લગ્ન પછી પહેલીવાર કપલ ટૂર પર શોમાં જોવા મળ્યા હતા. રણવીર અને દીપિકાએ તેમના સંબંધો, તેમની સગાઈની ક્ષણ, દીપિકાના માતા-પિતાને મળવા વિશે વાત કરી હતી. તેના લગ્નનો એક અનસીન વીડિયો પણ બતાવ્યો. વીડિયોમાં રણવીરે જણાવ્યું કે તેણે માલદીવમાં દીપિકાને કેવી રીતે પ્રપોઝ કર્યું. તે પછી તે તરત જ તેના માતા-પિતાને મળવા અને તેમની સગાઈના સમાચાર આપવા બેંગલુરુ ગયો હતો.

રણવીર સિંહ દીપિકા પાદુકોણને પહેલીવાર ક્યાં મળ્યો?
કોફી વિથ કરણ સીઝન 8માં રણવીર સિંહે જણાવ્યું કે 'રામલીલા'ના શૂટિંગ વિશે વાત કર્યા બાદ સંજય લીલા ભણસાલી, રણવીર અને દીપિકા લંચ માટે ગયા હતા. આ દરમિયાન અભિનેતાએ કહ્યું કે મેં જોયું કે ખાવાનો એક ટુકડો તેના દાંતમાં ફસાઈ ગયો હતો. પછી મેં તેને કહ્યું અને દીપિકાએ તેની નાની આંગળી વડે દાંત સાફ કરી અને એ જોઇને મને 440 વોલ્ટનો આંચકો લાગ્યો હતો અને તે પછી જ બંને વચ્ચે અલગ સ્પાર્ક જોવા મળ્યો હતો. 

રણવીર સિંહે દીપિકા પાદુકોણને માલદીવમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું
રણવીર સિંહે કોફી વિથ કરણમાં જણાવ્યું કે, તેણે હીરાની વીંટી ખરીદી અને પછી તેને માલદીવ લઈ ગયો હતો. તે અને દીપિકા ટાપુના એક ભાગમાં એકલા હતા અને આ સમય દરમિયાન જ તેને પ્રપોઝ કર્યું અને અભિનેત્રીએ રણવીરને 'હા' કહી. જે બાદ તેઓએ સગાઈ કરી લીધી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ