બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know, which juices should be consumed to control the thyroid
Sanjay Vibhakar
Last Updated: 05:08 PM, 12 February 2024
ADVERTISEMENT
આજના આ જડપી યુગમાં લોકોની જીવનશૈલી પહેલા જેવી નથી રહી. હાલ લોકો કલાકો સુધી કામ કરે છે, રાત્રે મોડે સુધી ફોનનો ઊપયોગ કરે છે. તેના કારણે તેઓ પૂરતી ઊંઘ લઈ શકતા નથી. આ બધાની અસર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. જેના કારણે લોકો તણાવમાં રહે છે. કેટલાક લોકો ગંભીર બીમારીનો શિકાર બની જાય છે. તમને આજે કેટલાક ઘરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ અથવા હ્રદય રોગનાં દર્દીઓ જોવા મળશે. થાઈરોઈડનાં કારણે વજન જલ્દીથી વધવા લાગે છે અથવા વજન જલ્દીથી ઘટવા લાગે છે. તમારા આહારમાં હેલ્ધી જ્યુસનું સેવન કરીને થાઈરોઈડને નિયંત્રિત કરી શકાય છે. જાણો, થાઈરોઈડને નિયંત્રિત કરવા કયા-કયા જ્યુસનું સેવન કરવું જોઈએ.
ADVERTISEMENT
દૂધીનું જ્યુસ
જે લોકોને થાઈરોઈડ હોય તેમને દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ થાઈરોઈડને નિયંત્રિત કરવામાં ખૂબ ફાયદાકારક છે. સવારે ખાલી પેટ તમારે દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ શરીરને એનર્જી આપે છે. આ સાથે તમારું વજન પણ ઓછું થઈ જશે.
બીટ અને ગાજરનું જ્યુસ
થાઈરોઈડની સમસ્યામાં બીટ અને ગાજરનું જ્યુસ ખૂબ ફાયદાકારક હોય છે. આ જ્યુસનાં સેવનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. બીટ અને ગાજરનાં સેવનથી આયર્ન, વિટામિન A, ફોલિક એસિડ અને અન્ય વિટામીન્સ મળે છે. આ જ્યુસ બનાવવા માટે તમારે 1 ગાજર, 1 બીટ, 1 અનાનસ અને 1 સફરજન લેવું પડશે. આ બધાને સરખી રીતે કાપી તેને ગ્રાઈડ કરી લો. તમારું જ્યુસ તૈયાર છે.
વાંચવા જેવું: શું તમને પણ છે વારંવાર પેશાબની સમસ્યા? આયુર્વેદિક ઉપાયથી મળી શકે છે રાહત
જળકુંભીનું જ્યુસ
તમે ડોક્ટરની સલાહ લઈને જળકુંભીના જ્યુસનું પણ સેવન કરી શકો છો. આ થાઈરોઈડને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. તમારે આ જ્યુસને બનાવવા માટે 2 કપ જળકુંભીના પાન અને 2 સફરજન લેવા પડશે. તેને સરખી રીતે સાફ કરીને કટ કરી લો. હવે આ બંનેને ગ્રાઈડ કરી લો. તમે આમાં 1 ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ જ્યુસનાં સેવનથી સ્થૂળતા નિયંત્રિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.