મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ બેદરકાર રહે છે. પણ જો મહિલાઓ કેટલીક હેલ્ધી વસ્તુઓનું સેવન કરે તો તેમની ઓવરઓલ હેલ્થ સારી રહી શકે છે. આજે અમે મહિલાઓ માટે અશ્વગંધાના ફાયદા જણાવીશું.
આયુર્વેદમાં ઘણી એવી ઔષધીઓ છે
મહિલાઓ માટે બેસ્ટ છે અશ્વગંધાનું સેવન
વજાઈનલ ઈન્ફેક્શન અને થાઈરોઈડથી બચાવે છે અશ્વગંધા
આયુર્વેદમાં ઘણી એવી ઔષધીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું સેવન કરવાથી જબરદસ્ત ફાયદા મળે છે. એવી જ એક ઔષધી છે અશ્વગંધા. આમ તો દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ મહિલાઓને તેનાથી ખાસ ફાયદા મળે છે. મહિલાઓમાં હોર્મોન્સ ઈમ્બેલેન્સની સમસ્યા વધુ જોવા મળે છે. જેના કારણે દરેક ઉંમરે મહિલાઓને અલગ-અલગ હેલ્થ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે. મહિલાઓની ઘણી સમસ્યાઓમાં અશ્વગંધાની અસર કોઈપણ દવાથી વધુ થાય છે.
અશ્વગંધામાં રહેલાં પોષક તત્વો બોડીના બેક્ટેરિયા, વાયરસ અને ઈન્ફેક્શનથી લડવામાં બહુ જ કારગર છે. અશ્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટ, લીવર ટોનિક, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીબેક્ટેરિયસની સાથે અન્ય ગુણો પણ રહેલાં છે. જે બોડીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
વજાઈનલ ઈન્ફેક્શન
અશ્વગંધામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોય છે. જે વજાઈનામાં થતાં ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે અને સાથે જ વજાઈનામાં આવતા સોજા અને ખુજલીની સમસ્યાને પણ દૂર કરે છે. આ સિવાય અશ્વગંધા વજાઈનામાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે.
મેનોપોઝ અને ફર્ટિલિટી
અશ્વગંધા મહિલાઓમાં હોર્મોન્સ ઈમ્બેલેન્સને કંટ્રોલ કરે છે. અશ્વગંધા એન્ડોક્રાઈન સિસ્ટમ (હોર્મોન્સને સીધું બ્લડ સ્ટ્રીમાં પહોંચાડતી ગ્લેન્ડ)ને ઉત્તેજિત કરે છે. આ મેનોપોઝ દરમ્યાન થતી સમસ્યા જેમ કે હોટ ફ્લેશ, મૂડ સ્વિંગ્સ અને ચિંતામાં પણ બહુ જ ઉપયોગ છે. સાથે તે ફર્ટિલિટીનો પ્રોબ્લેમ દૂર કરવામાં પણ કારગર છે.
વેટ લોસથી લઈને ઈન્ફેક્શનમાં કારગર
અશ્વગંધા એન્ટીસ્ટ્રેસનું પણ કામ કરે છે. તે વેટ લોસથી લઈને ઈન્ફેક્શન સુધીની બીમારીઓથી બચાવે છે. આ સિવાય તે સ્ટ્રેસ મુક્ત રાખવામાં પણ મદદ કરે છે.
થાઈરોઈડ
અશ્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે થાઈરોઈડ ગ્રંથિને પણ સક્રિય રાખવામાં મદદ કરે છે. થાઈરોઈડની સમસ્યા આજકાલ મહિલાઓમાં ખૂબ જ વધી ગઈ છે. એવામાં આ રોગથી બચવા અશ્વગંધા કારગર સાબિત થઈ શકે છે.
આ રીતે કરો તેનું સેવન
વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઉંઘ વધુ આવે છે, કફ કે વજન વધવાની પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી જો તમે તેનો પાઉડર લઈ રહ્યાં છો તો તેની માત્રા 1થી 5 ગ્રામ રાખવી અથવા કોઈ નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.