બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know, about these 5 diseases that women should be aware of

સ્વાસ્થ્ય / 40 વર્ષ પછીની મહિલાઓમાં આ બીમારીઓનું જોખમ વધારે, જાણો કઇ રીતે મળશે રાહત

Pooja Khunti

Last Updated: 03:08 PM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓને 40 વર્ષની ઉંમર પછી હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આ સમસ્યા હાઇ કોલેસ્ટ્રોલ અને હાઇ બ્લડ પ્રેશરને કારણે થાય છે.

પુરુષોની બરાબરીમાં મહિલાઓને વધુ તણાવનો સામનો કરવો પડે છે. તેનું એક કારણ છે, ઉંમર સાથે જોવા મળતું હોર્મોન્સમાં પરિવર્તન. તેથી મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 40 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં કોઈને કોઈ સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ થવા લાગે છે. જ્યારે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા ત્યારે આ સમસ્યાઓનું જોખમ વધી જાય છે. જાણો, આ 5 બીમારીઓ વિશે જેનાથી મહિલાઓએ સતર્ક રહેવું જોઈએ.   

ઑસ્ટિયોપોરોસિસ 
મહિલાઓને આ બીમારી થવાનું જોખમ વધુ હોય છે. ઑસ્ટિયોપોરોસિસના કારણે જેમ મેનોપોઝનો સમય નજીક આવે છે તેમ હાડકાં નબળા થવા લાગે છે. તમારે સમયસર ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. જો તમારા હાડકાં નબળા થવા લાગ્યા હશે તો ડોક્ટર તમને કેલ્શિયમની દવાઓ આપશે. 

સ્તન કેન્સરનું જોખમ 
એક ખાનગી અહેવાલ મુજબ દર 28 મહિલાઓએ 1 મહિલાને સ્તન કેન્સરનું જોખમ હોય છે. જો તમારા કોઈ નજીકના સંબંધી મહિલાને સ્તન કેન્સર હોય તો તમારે પણ સમયસર ડોક્ટરની મુલાકાત લઈ ચેકઅપ કરાવવું જોઈએ. 

સર્વાઇકલ કેન્સરનું જોખમ 
આ સર્વાઇકલ કેન્સર મહિલાઓને 35 થી 44 વર્ષની ઉંમર વચ્ચે થવાની સંભાવનાઓ હોય છે. તેનાથી બચવા માટે દર 3 વર્ષે સ્ક્રીનીંગ કરાવવું જોઈએ. 

એનિમિયા 
એક અભ્યાસ મુજબ 15 થી 49 વર્ષની મહિલાઓમાંથી 30% મહિલાઓ એનિમિયાની સમસ્યાથી પીડાય રહી છે. એનિમિયાના કારણે શરીરમાં એનર્જી ઓછી થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, હ્રદયના ધબકારાઓ વધી જાય છે અને ત્વચા પીળી પડી જાય છે. તમારે તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લઈ સારવાર કરાવવી જોઈએ. 

વાંચવા જેવુ: દવા વિના બ્લડ શુગરને કરવું છે કંટ્રોલ? તો આજથી જ આ 5 શાકભાજીના જ્યૂસ પીવાનું શરૂ કરો

હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા 
મહિલાઓને 40 વર્ષની ઉંમર પછી હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આ સમસ્યા હાઇ કોલેસ્ટ્રોલ અને હાઇ બ્લડ પ્રેશરને કારણે થાય છે. જો તમે ધુમ્રપાન કરો છો અથવા પરિવારમાં કોઈને હ્રદય રોગની બીમારી છે તો તમને પણ રોગ થવાની સંભાવનાઓ છે. તમારે સમયસર કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું ચેકઅપ કરાવવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ