ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Amla juice is the healthiest drink for diabetics

આરોગ્ય ટિપ્સ / દવા વિના બ્લડ શુગરને કરવું છે કંટ્રોલ? તો આજથી જ આ 5 શાકભાજીના જ્યૂસ પીવાનું શરૂ કરો

Published By: Sanjay Vibhakar

Last Updated: 07:56 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમળાનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સ્વસ્થ પીણું છે. તેનું એક માત્ર કારણ એવું છે કે આમળામાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.

ADVERTISEMENT

ડાયાબિટીસની બીમારી આનુવંશિક કારણોસર અને જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. તે એક ક્રોનિક બીમારી છે. આનુવંશિક કારણોસર એટલે કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો તમને પણ ડાયાબિટીસ થઈ શકે છે. જીવનશૈલીના કારણે એટલે કે જો કોઈ વ્યક્તિ અયોગ્ય ખાનપાનનું સેવન કરે, દારૂ અથવા ધુમ્રપાનનું સેવન કરે તો પણ તેમને ડાયાબિટીસ થવાની સંભાવનાઓ છે. ડાયાબિટીસને નાબૂદ ન કરી શકાય પણ તમે તમારા ખાનપાનમાં ધ્યાન રાખી અને સમયસર દવાઓના સેવનને કારણે બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો. જાણો એવા શાકભાજીના જ્યુસ વિશે જેના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. 

પાલકનું જ્યુસ 
ડાયાબિટીસના દર્દીઓએ પાલકના જ્યુસનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તેમાં ફાયબર જેવા જરૂરી પોષક તત્વો હોય છે. 

દૂધીનું જ્યુસ 
ડાયાબિટીસના દર્દીઓએ દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહેશે. આ સાથે કેટલીક અન્ય સમસ્યાઓ પણ દૂર થશે. 

કાકડીનું જ્યુસ 
તમે કાકડીના જ્યુસનું પણ સેવન કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ માટે આ જ્યુસ ફાયદાકારક છે. આ સાથે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. 

આમળાનું જ્યુસ 
આમળાનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સ્વસ્થ પીણું છે. તેનું એક માત્ર કારણ એવું છે કે આમળામાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. 

વાંચવા જેવું: કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ ડ્રાયફ્રૂટ, વિટામિનથી છે ભરપૂર

કારેલાનું જ્યુસ 
જો તમે તમારા બ્લડ સુગર લેવલને જલ્દી નિયંત્રિત કરવા ઇચ્છતા હોય તો તમારે કારેલાના જ્યુસનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના જે દર્દીઓ નિયમિત રીતે કારેલાના જ્યુસનું સેવન કરે છે, તેમણે દવાઓ પર ઓછું નિર્ભર રહેવું પડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amla Juice Diabities Health Benefits આરોગ્ય ટિપ્સ કાકડીનું જ્યુસ  પાલકનું જ્યુસ Health Tips

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ