બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / This dry fruit is a panacea for diseases like cancer

સ્વાસ્થ્ય / કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ ડ્રાયફ્રૂટ, વિટામિનથી છે ભરપૂર

Pooja Khunti

Last Updated: 02:09 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો મગફળીનું સેવન કરવામાં આવે તો તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી સારા કોલેસ્ટ્રોલને વધારે છે. કારણકે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. તમે વજન ઘટાડવા માટે પણ મગફળીનું સેવન કરી શકો છો.

મગફળીના બીજને ગરીબોનું બદામ કહેવામાં આવે છે. મગફળીમાં વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેના સેવનથી કેન્સર જેવી બીમારીથી છુટકારો મળી શકે છે. મગફળીમાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન B હોય છે. મગફળીના સેવનથી અન્ય કેટલીક બીમારીઓથી પણ છુટકારો મળે છે. 

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા મગફળીનું સેવન કરવું 
જો મગફળીનું સેવન કરવામાં આવે તો તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી સારા કોલેસ્ટ્રોલને વધારે છે. કારણકે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. તમે વજન ઘટાડવા માટે પણ મગફળીનું સેવન કરી શકો છો. મગફળીમાં હાજર ફાયબર શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. 

ફેફસાના કેન્સરને દૂર કરે છે 
મગફળીમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે ફેફસાના કેન્સરને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો નિયમિત રીતે મગફળીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી છુટકારો મળે છે. મગફળીમાં હાજર કેલ્શિયમ અને પ્રોટીન કુપોષણને દૂર કરવાનું કામ કરે છે. 

વાંચવા જેવું: વજન ઘટાડવું હોય તો રાત્રે સૂતાં પહેલા પાણીમાં મિલાવીને પી જાઓ 3 ચીજ, ફટાફટ ઘટી જશે ચરબી, ફાંદ જશે અંદર

દરરોજ આ રીતે મગફળીનું સેવન કરવું જોઈએ 
તમારે દરરોજ એક મુઠ્ઠી મગફળીનું સેવન કરવું જોઈએ. તમે મગફળીને પલાળીને ખાય શકો છો અને તમે તેને કાચી પણ ખાય શકો છો. મગફળીના બીજની ચીકી બનાવીને પણ તેનું સેવન કરવામાં આવે છે. તમે મગફળીના બીજને નમકીન બનાવીને પણ ખાય શકો છો. કેટલાક લોકો પીનટ બટરનું પણ સેવન કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ