બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know about the benefits of eating pumpkin seeds with milk

હેલ્થ / દૂર થશે સાંધાના દુખાવા, મળશે કેલ્શિયમ... જો રોજ દૂધમાં ઉકાળીને ખાશો આ બીજ

Pooja Khunti

Last Updated: 08:05 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોળાનાં બીજને દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા પોષક તત્વો મળે છે. તેનાથી હાડકાં મજબૂત બને છે.

  • કોળાનાં બીજને સુપરફૂડ કહેવામાં આવે છે
  • કોળાનાં બીજ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે
  • કોળાનાં બીજમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે

કોળાનાં બીજને સુપરફૂડ કહેવામાં આવે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. કોળાનાં 100 ગ્રામ બીજમાં 574 કેલરી એનર્જી, 49 ગ્રામ ફેટ, 6.6 ગ્રામ ફાયબર અને 30 ગ્રામ પ્રોટીન હોય છે. આ બીજ પ્રોટીનથી ભરપૂર હોય છે. તેથી શરીરને તાકત મળે છે. નિયમિત રીતે કોળાનાં બીજનું સેવન કરવામાં આવે તો તમે કેટલીક બીમારીઓથી બચી શકો છો. કોળાનાં બીજમાં બહુઅસંતૃપ્ત અને મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે. તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જાણો, કોળાનાં બીજને દૂધ સાથે ખાવાથી થતાં ફાયદાઓ વિશે. 

હાડકાં 
કોળાનાં બીજને દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા પોષક તત્વો મળે છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. આ પોષણ તત્વો હાડકાના વિકાસ અને તેની મજબૂતી માટે જરૂરી છે. જે લોકોને સાંધાનો દુ:ખાવો થતો હોય અથવા સાંધામાં સોજો આવી જતો હોય તો તેણે દૂધ અને કોળાનાં બીજનું સેવન કરવું જોઈએ. 

એન્ટીઓક્સિડેન્ટ 
કોળાનાં બીજ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ સાથે તેમા વિટામિન E પણ હોય છે. તેના સેવનથી ઓક્સિડેટીવ તણાવ દૂર થાય છે. એન્ટીઓક્સિડેન્ટ ત્વચાનાં સ્વાસ્થ્ય અને કોષોની સુરક્ષા માટે ફાયદાકારક છે. 

વાંચવા જેવું: છોડો મોંઘાદાટ ડાયટ પ્લાન, વજન ઘટાડવા ઘરગથ્થું ઉપચાર ખૂબ કારગર, દેશી ઉપાયથી 1 મહિનામાં પાતળા

કેલ્શિયમ 
કોળાનાં બીજમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે. આ હાડકાના વિકાસ અને મજબૂતી માટે જરૂરી છે. જે લોકો આહારમાં પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમથી ભરપૂત ખોરાકનું સેવન કરે છે, તેમના હાડકામાં ખનીજની ઘનતા વધુ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ