બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / kl rahul completed two thousand runs of his t20 international career

રેકોર્ડબ્રેક / ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં કેએલ રાહુલનું ધમાકેદાર પ્રદર્શન, મોટા મોટા ધુરંધરોને પાછળ છોડીને બનાવી દીધો આ રેકોર્ડ

Khevna

Last Updated: 09:31 AM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 સપ્ટેમ્બરનાં રોજ ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં કેએલ રાહુલે પોતાની ટી20 ઇન્ટરનેશનલ કરિયરમાં 2 હજાર રન પૂરા કર્યા.

  • ટી20 સીરીઝની પહેલી મેચમાં ભારતની ઓસ્ટ્રેલીયા સામે હાર 
  • કેએલ રાહુલે 35 બોલમાં બનાવ્યા 55 રન 
  • પોતાની ટી20 ઇન્ટરનેશનલ કરિયરમાં 2 હજાર રન પૂરા કર્યા 

 

ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝની પહેલી મેચ મોહાલીનાં મેદાન પર રમવામાં આવી હતી.  ટીમ ઇન્ડિયા 200થી વધારે રન બનાવ્યા બાદ પણ મેચ હારી ગઇ. ટીમને ભલે હાર મળી પણ બેટ્સમેનોએ આ મેચમાં ખૂબ જ રન બનાવ્યા. ટીમનાં ઓપનર કેએલ રાહુલે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાના ફેન્સનું દિલ જીતી લીધું. તેમણે એક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામ કર્યો જે મોટા મોટા દિગ્ગજો પણ નથી કરી શક્યા. 

કેએલ રાહુલની કમાલ 
એશિયા કપ ૨૦૨૨માં ઓપનર કેએલ રાહુલ ઘણા શાંત હતા. ઘણા દિગ્ગજો તેમના પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહ્યા હતા, પણ આ મેચમાં તેમને સૌને જવાબ આપ્યો છે. કેએલ રાહુલે ઓસ્ટ્રેલીયા સામે આ ટી20 મેચમાં એક વિસ્ફોટક દાવ રમ્યો છે. તેમણે 35 બોલમાં 157.14ની સ્ટ્રાઈક રેટથી 55 રન બનાવ્યા છે. એમાં તેમણે 4 ચોક્કા અને ૩ સિક્સર પણ ફટકારી હતી. 

આ ખાસ રેકોર્ડ કર્યો પોતાને નામ 
કેએલ રાહુલે પોતાની આ શાનદાર મેચમાં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2 હજાર રન પૂરા કર્યા છે. કેએલ રાહુલે વર્ષ 2016માં ટીમ ઇન્ડિયા માટે પોતાની પહેલી ટી20 મેચ રમી હતી અને 2 હજાર રન સુધી પહોંચવા માટે તેમણે કુલ ૫૮ મેચ રમી. આ સાથે જ તેઓ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી 2 હજાર રન પૂરા કરનાર દુનિયાનાં ત્રીજા બેટ્સમેન બની ગયા છે. કેએલ રાહુલ કરતા વધારે ઝડપથી પાકિસ્તાનનાં બાબર આઝમ અને મોહમ્મદ રીઝવાને ૫૨ અને વિરાટ કોહલીએ ૫૬ મેચોમાં આ કામ કર્યું છે. 

​​​​​​​

કેએલ રાહુલની ટી20 કરિયર 
ટી20 ફોર્મેટમાં કેએલ રાહુલ ટીમ ઇન્ડીયાના સૌથી સફળ બેટ્સમેનમાંના એક છે. કેએલ રાહુલે ટીમ ઇન્ડીયા માટે અત્યાર સુધીમાં 39.69 ની સરેરાશે 141.32ની સ્ટ્રાઈક રેટથી 2018 રન બનાવ્યા છે. તેમણે પોતાની ટી20 કરિયરમાં અત્યાર સુધીમાં 18 હાફ સેન્ચુરી અને બે સેન્ચુરી ફટકારી છે. આ મેચ પહેલા તેમને સતત પ્લેઇંગ 11થી બહાર કરવાની માંગ થઇ રહી હતી, પણ તેમણે આ મેચમાં પોતાની કુશળતા સાબિત કરી દીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ