બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / આરોગ્ય / kissing side effects oral health major oral problems from kissing

ના હોય / KISS કરવાથી પણ એક બે નહીં ત્રણ ત્રણ બીમારીઓનો ખતરો! 80000000 બેક્ટેરિયાનું થાય છે આદાન-પ્રદાન

Manisha Jogi

Last Updated: 02:16 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે, કિસ કરવાથી અનેક સમસ્યા થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કિસ કરવાથી ઓરલ ડિસીઝનું જોખમ રહે છે.

  • કિસ કરવાથી અનેક સમસ્યા થઈ શકે છે.
  • ઓરલ ડિસીઝનું જોખમ રહે છે.
  • ઓરલ ડિસીઝને સંક્રામક માનવામાં આવે છે. 

પાર્ટનરને કિસ કરવી તે સેક્સ્યુઅલ ઈન્ટીમેસીનો એક ભાગ છે. કિસ કરીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે અને સંબંધ વધુ મજબૂત બને છે.  શું તમને ખબર છે કે, કિસ કરવાથી અનેક સમસ્યા થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કિસ કરવાથી ઓરલ ડિસીઝનું જોખમ રહે છે. જ્યારે તમારું પાર્ટનર ઓરલ હાઈજીન ફોલો ના કરે ત્યારે આ સમસ્યા થાય છે. ઓરલ ડિસીઝને સંક્રામક માનવામાં આવે છે. 

નિષ્ણાંતો અનુસાર જ્યારે પાર્ટનરને કિસ કરવામાં આવે ત્યારે મોઢામાં 80 મિલિયન બૈક્ટીરિયાનું આદાન પ્રદાન થાય છે. તમારું પાર્ટનર ઘણા સમયથી ડેન્ટિસ્ટ પાસે ગયું નથી અને ઓરલ હાઈજીન ફોલો કરતું નથી, તો તેના મોઢાના ખરાબ બૈક્ટીરિયા તમારા મોઢામાં આવી શકે છે. જેના કારણે અનેક પ્રકારના ઓરલ ડિસીઝ થઈ શકે છે. 

કિસ કરવાથી થઈ શકે છે ઓરલ ડિસીઝ
જો તમારા દાંત સાફ નથી, તો તમને પણ ઓરલ ડિસીઝ થઈ શકે છે. કિસ કરવાથી કઈ બિમારીઓ થઈ શકે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. આ દરમિયાન વ્યક્તિની લાળમાં રહેલ બૈક્ટીરિયા અન્ય વ્યક્તિના મોઢામાં જતા રહે છે. 

કૈવિટી-

દાંત સડી જાય તો કૈવિટી થાય છે. સ્ટ્રેપ્ટોકોકસ મ્યૂટન્સ નામના બૈક્ટીરિયાથી કૈવિટી થાય છે. આ બૈક્ટીરિયાથી એક વિશેષ પ્રકારનો એસિડ બને છે, જેના કારણે દાંતનું ઈનેમલ તૂટવા લાગે છે અને દાંત સડવા લાગે છે. યોગ્ય સમયે સડો રોકવામાં ના આવે તો દાંત પર અસર થઈ શકે છે. કિસ કરવાથી આ ડિસીઝ થવાની સંભાવના રહે છે. 

ગમ ડિસીઝ- 

બૈક્ટીરિયાની અલગ અલગ પ્રજાતિને કારણે પેઢામાં સોજો આવે છએ. આ બૈક્ટીરિયાને કારણે સંક્રમણ થયા પછી વ્યક્તિએ મોઢાની અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ બૈક્ટીરિયા પૈઢાના સંપર્કમાં આવે તો તેઓ એક પોઈઝન રિલીવ કરે છે, જેના કારણે પેઢાની ત્વચાને નુકસાન થાય છે અને સોજો આવે છે. બ્રશ કરતા સમયે પેઢામાંથી લોહી નીકળવાની અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. 

પીરિયોડૉન્ટલ ડિસીઝ- 

પીરિયોડૉન્ટલ ડિસીઝ એક એવી બિમારી છે, જેમાં પેઢાની નીચે પરૂ થવા લાગે છે અને સોજો પણ આવે છે. જેના કારણે હાડકાંના ટિશ્યૂ પર અસર થાય છે. આ કારણોસર દાંતના મૂળિયા ખરાબ થઈ જાય છે અને દાંત પડી જાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ