બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Khap farmers upset as Sakshi, Vinesh, Bajrang join job Protest on Jantar-Mantar postponed

કુસ્તીબાજોનો વિરોધ / રેસલર્સ ફરી નોકરીમાં જોડાયા તો ખાપ-કિસાન નેતાઓ નારાજ, પ્રદર્શન કર્યું મોકૂફ, ગૃહમંત્રી સાથેની મુલાકાત અંગે જુઓ શું કહ્યું

Pravin Joshi

Last Updated: 04:06 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WFI ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે રેસલર વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક રેલ્વેમાં જોડાતા ખેડૂતો અને ખાપ નેતાઓ નારાજ થયા છે. આ લોકો કુરુક્ષેત્રમાં મહાપંચાયત યોજવાના હતા.

  • બ્રિજભૂષણ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે ખેડૂતો થયા નારાજ
  • સાક્ષી, વિનેશ, બજરંગ નોકરીમાં જોડાતા ખાપના ખેડૂતો નારાજ
  • કુસ્તીબાજો ફરી નોકરી પર જોડાતા જંતર-મંતર પર વિરોધ મોકૂફ
  • ખેડૂત નેતાઓએ કહ્યું - કુસ્તીબાજ-શાહ મુલાકાત વિશે ખ્યાલ પણ ન આવ્યો


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે રેસલર વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક રેલ્વેમાં જોડાતા ખેડૂતો અને ખાપ નેતાઓ નારાજ થયા છે. આ લોકો કુરુક્ષેત્રમાં મહાપંચાયત યોજવાના હતા. હવે તેઓએ 9મી જૂને જંતર-મંતર ખાતે યોજાનાર વિરોધને મોકૂફ રાખ્યો છે. આ ખેડૂત નેતાઓએ કુરુક્ષેત્રની મહાપંચાયતમાં અલ્ટીમેટમ આપ્યું હતું કે જો 9 જૂન સુધીમાં બ્રિજભૂષણની ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ ફરીથી જંતર-મંતર પર કુસ્તીબાજોનું પ્રદર્શન શરૂ કરશે. તાજેતરમાં જ દિલ્હી પોલીસે કુસ્તીબાજોને જંતર-મંતર પરથી હટાવી દીધા હતા. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યાના એક દિવસ પછી સોમવારે રેલવેમાં જોડાયા હતા.

મને રૂમમાં બોલાવી બેડ પર બેસાડી અને...: બૃજભૂષણ પર લાગ્યા નવા આરોપ, વિવાદ  ભડકે તેવા એંધાણ | New allegations against Brijbhushan Wrestler says Called  me to the room and made me sit

નરેશ ટિકૈતે કુસ્તીબાજોના નોકરી પર પાછા ફરવાને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું

BKU ના નરેશ ટિકૈતે કુસ્તીબાજો તેમની નોકરી પર પાછા ફરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું, મને ખબર નથી કે ગૃહમંત્રી અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે શું સમજૂતી થઈ, જો તેઓએ પોતે જ કોઈ સમજૂતી પર પહોંચવાનું નક્કી કર્યું હોય તો અમે તેના વિશે કંઈ કરી શકીએ નહીં. BKUના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, પ્રસ્તાવિત વિરોધ રદ કરવામાં આવ્યો છે. સરકારે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે વાતચીત શરૂ કરી છે. હવે કુસ્તીબાજો અને સરકાર વચ્ચેની વાતચીતના પરિણામના આધારે આગળના વિરોધ અંગે નિર્ણય લેવામાં આવશે.

VTV Gujarati News and Beyond on Twitter: "દિલ્હી- રેસલર્સના સપોર્ટમાં ફરી  જંતર મંતર પહોંચ્યાં રાકેશ ટિકૈત #Delhi #JantarMantar #vtvgujarati  https://t.co/lH0IP6eYn0" / Twitter

કુસ્તીબાજો અમિત શાહને ક્યારે મળવા ગયા તેની ખબર ન પડી

BKU નેતા ગૌરવ ટિકૈતે કહ્યું, હવે કુસ્તીબાજ જે કોલ લેશે, કુસ્તીબાજ જે પ્રકારની વાત કહેશે તેને ટેકો આપવામાં આવશે. જ્યારે ઉત્તર પ્રદેશની સોરમ પંચાયત થઈ ત્યારે જ સરકારો તરફથી સંદેશા આવવા લાગ્યા કે આ મામલે વાતચીત કરવાની છે. તે દરમિયાન સંઘે કહ્યું હતું કે કુસ્તીબાજો સાથે વાતચીત થવી જોઈએ. પરંતુ આ પછી કુસ્તીબાજો અમિત શાહને ક્યારે મળવા ગયા તેની ખબર પડી ન હતી.

શું બૃજભૂષણ મુદ્દે આવશે નવો વળાંક! 2 કલાક સુધી અમિત શાહ અને કુસ્તીબાજો  વચ્ચે ચાલી મુલાકાત | Will there be a new twist on the Brijbhushan issue! A  meeting between Amit Shah

અમિત શાહ સાથેની બેઠક બાદ દિલ્હી પોલીસની તપાસ તેજ થઈ 

વિનેશ ફોગટના ગામમાં બલાલીમાં સર્વખાપ સર્વજાતિ મહાપંચાયત બોલાવવામાં આવી છે. આ મહાપંચાયત 7મી જૂને યોજાશે. તેનું નેતૃત્વ સાંગવાન ખાપ-40 કરશે. તેમાં વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટ પણ હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ દિલ્હી પોલીસની તપાસ તેજ થઈ ગઈ છે. રવિવારે રાત્રે દિલ્હી પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) તેમના બિશ્નોહરપુર સ્થિત ઘરે પહોંચી અને 12 નજીકના લોકોના નિવેદન નોંધ્યા. જેમાં બ્રીજભૂષણ ડ્રાઈવર, સુરક્ષા કર્મચારીઓ, માળી અને નોકરનો સમાવેશ થાય છે. આ કેસમાં SITએ અત્યાર સુધીમાં 137 લોકોના નિવેદન નોંધ્યા છે. બ્રિજ ભૂષણનું કહેવું છે કે દિલ્હી પોલીસે તેમની પૂછપરછ કરી નથી. પોલીસે દિલ્હીમાં 5-6 કલાક સુધી 2 વખત પૂછપરછ કરી છે. તેમની જગ્યાએ કામ કરતા ડ્રાઈવર-નોકરના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ