બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Kejriwal ready to appear before ED in liquor scam through video conferencing

દિલ્હી / દારૂ કૌભાંડમાં ED સામે હાજર થવા તૈયાર થયા કેજરીવાલ, પણ શરત મૂકતાં કહ્યું દૂરથી જ જવાબ આપીશ

Priyakant

Last Updated: 11:01 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Latest News: અરવિંદ કેજરીવાલે આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો પણ કહ્યું 12 માર્ચ પછીની તારીખ આપવા કહ્યું

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અરવિંદ કેજરીવાલે આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે હવે તે EDના સવાલોના જવાબ આપવા તૈયાર છે. કેજરીવાલે આજે EDને પોતાનો જવાબ મોકલ્યો છે અને કહ્યું છે કે, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની સામે હાજર થવા તૈયાર છે. તેણે EDને આ માટે 12 માર્ચ પછીની તારીખ આપવા કહ્યું છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ 27મી ફેબ્રુઆરીએ 8મુ  સમન્સ મોકલ્યું હતું. જેઓ દારૂના કૌભાંડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા છે અને તેમને 4 માર્ચે હાજર થવા જણાવ્યું હતું. આ આઠમી વખત છે જ્યારે કેજરીવાલ ED સમન્સ પર એજન્સી સમક્ષ હાજર થયા નથી. કેજરીવાલ અત્યાર સુધી એક પણ સમન્સ પર ઇડી સમક્ષ હાજર થયા નથી. દરેક વખતે તેમણે આ સમન્સને 'ગેરકાયદેસર' ગણાવ્યા છે. આ પહેલા તેણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ પત્ર લખીને સમન્સ પરત ખેંચવાની માંગ કરી હતી.

જાણો શું કહેવું છે AAPનું ?
આમ આદમી પાર્ટી (AAP) અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જવાબ મોકલ્યો છે. તેમણે કહ્યું કે સમન્સ ગેરકાયદેસર છે, પરંતુ તેમ છતાં તે જવાબ આપવા તૈયાર છે. અરવિંદ કેજરીવાલે ED પાસેથી 12 માર્ચ પછીની તારીખ માંગી છે. જે બાદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં હાજરી આપશે.

નોંધનીય છે કે, આ પહેલા કેજરીવાલે 22 ફેબ્રુઆરીએ ED દ્વારા મોકલવામાં આવેલી સાતમી નોટિસને પણ અવગણી હતી અને કોર્ટના નિર્ણયની રાહ જોવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો કોર્ટ આ અંગે આદેશ આપશે તો તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. નોંધનીય છે કે દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં કેજરીવાલ હાજર ન થવાને લઈને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આના પર કોર્ટે કેજરીવાલને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

File Photo

આઠમું સમન્સ જાહેર કરતી વખતે EDએ એ દલીલને ફગાવી દીધી હતી કે, કેજરીવાલને હાજર થવા માટે મોકલવામાં આવેલી નવી નોટિસ અયોગ્ય હતી કારણ કે આ કેસ સ્થાનિક કોર્ટમાં સબ-જ્યુડિસ હતો. કેજરીવાલે ગયા વર્ષે 2 નવેમ્બર અને 22 ડિસેમ્બરે મોકલેલા છેલ્લા સાત સમન્સ અને આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરીએ મોકલેલા સમન્સને 'ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત' ગણાવીને બાજુ પર રાખ્યા હતા.

વધુ વાંચો: PM મોદીને જીતનો વિશ્વાસ, ચૂંટણી પછીના કામોનું પ્લાનિંગ શરૂ કરી દેવાયું: 10 કલાક સુધી ચાલી મેરેથોન બેઠકો

શું કહ્યું દિલ્હી બીજેપી સેક્રેટરીએ ? 
દિલ્હી બીજેપી સેક્રેટરી હરીશ ખુરાનાએ કહ્યું, સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં દિલ્હીના મુખ્યમંત્રી તપાસ અને સવાલોથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો મુખ્યમંત્રી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ED સમક્ષ હાજર થવા તૈયાર છે, તો આજે તેઓ કેમ હાજર થઈ શકતા નથી? તે માત્ર તપાસ ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે જે કેસમાં તેની સંડોવણીનો સ્પષ્ટ સંકેત છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ