1983નો વર્લ્ડ કપ જીતાડવારા કેપ્ટન કપિલ દેવનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગૌતમ ગંભીરે તેને ટ્વીટ પણ કર્યો છે. જુઓે.
કપિલ દેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ગૌતમ ગંભીરે ટ્વીટર પર વીડિયો શેર કર્યો
વીડિયોમાં કપિલદેવ કિડનેપ થયાં હોય તેવું લાગી રહ્યું છે
ટીમ ઈન્ડિયા હાલમાં વનડે વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહી છે અને હવે ટૂર્નામેન્ટ શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે પરંતુ આ ઈવેંટ શરૂ થવાથી પહેલા ટીમ ઈન્ડિયાને પહેલો વર્લ્ડ કપ જીતાડવાર કેપ્ટન કપિલ દેવનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે બાદ અનેક પ્રકારની ચર્ચાઓ અને સવાલો શરૂ થવા માંડ્યા છે. જુઓ વીડિયો.
ગૌતમ ગંભીરે વીડિયો ટ્વીટર પર શેર કર્યો
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે સોમવારે એક વીડિયો ટ્વીટ કર્યો જેમાં કપિલ દેવનાં મોઢા પર પટ્ટી બાંધેલી છે અને હાથ પાછળની બાજુ છે. 2 લોકો કપિલદેવને લઈ જતાં દેખાય છે. વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે કપિલ દેવને કોઈ કિડનેપ કરીને લઈ જઈ રહ્યું છે. ગૌતમે કેપ્શનમાં લખ્યું છે કે શું કોઈ બીજાને આ વીડિયો મળ્યો છે? આશા છે કે આ રિયલ કપિલ દેવ નહીં હોય અને કપિલ પાજી સ્વસ્થ હશે.
યૂઝર્સે કહ્યું કે એડ શૂટની ક્લિપ છે...
ગૌતમ ગંભીરનો આ ટ્વીટ ખૂબ વાયરલ થયો અને અનેક પ્રકારનાં અનુમાન લોકો લગાવી રહ્યાં છે. જો કે સત્ય તો એ છે કે આ વીડિયો કોઈ વિજ્ઞાપનની શૂટિંગનો લાગી રહ્યો છે. ફેન્સે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે આ એક એડ શૂટિંગ છે અને કપિલ દેવને કંઈ નથી થયું.
કપિલ દેવ
ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાવનાર કેપ્ટન કપિલ દેવને વર્ષ 2008માં ઈન્ડિયન આર્મીમાં લેફ્ટનેન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત 2019માં કપિલ દેવને હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ચાંસલર પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.