બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut to fight 2024 lok sabha elections confirms father says bjp to decide seat

કન્ફર્મ! / ચૂંટણી લડશે અભિનેત્રી કંગના રણૌત: ભાજપ આપશે ટિકિટ, પિતાએ જ કર્યો મોટો ખુલાસો

Arohi

Last Updated: 12:57 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut To Fight 2024 Lok Sabha Elections: ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત મૂળ મંડી જિલ્લાના સરકારઘાટ વિધાનસભા ક્ષેત્રથી ભાંબલા ગામની રહેવાસી છે અને તેમણે મનાલીમાં પોતાનું એક ઘર બનાવ્યું છે. તેમનો પરિવાર હવે મનાલીમાં જ રહે છે.

  • 2024ની લોકસભા ચૂંટણી લડશે કંગના 
  • BJPના ટિકિટથી ચૂંટણી લડશે કંગના 
  • પિતાએ જ કર્યો મોટો ખુલાસો

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત ચુંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં જ હવે તેમના પિતાએ આ ચર્ચાઓ પર ફૂલસ્ટોપ લગાવી દીધો છે. કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે. જોકે પિતાએ કહ્યું છે કે ભાજપ નક્કી કરશે કે તેમની દિકરી કંગના ક્યાંથી ચૂંટણી લગડશે. 

અભિનેત્રી કંગના રણૌતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું છે કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે એ વાતને પાર્ટી નેતૃત્વ જ નક્કી કરશે. મોટી વાત એ છે કે કંગનાએ બે દિવસ પહેલા કૂલ્લૂમાં પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમની ચુંટણી લડવાની ચર્ચાઓ વધારે થઈ રહી હતી. પરંતુ હવે પિતાએ સ્પષ્ટ કરી દીધુ છે કે કંગના ચૂંટણી લડશે. 

આરએસએસના કાર્યક્રમમાં પણ આપી હતી હાજરી 
ગયા અઠવાડિયે હિમાચલના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તરફથી સોશિયલ મીટ કાર્યક્રમ કરાવવામાં આવ્યું હતું. તેમાં પણ કંગના પહોંચી હતી અને કહ્યું હતું કે આરએસએસની વિચારધારા, તેમની વિચારધારાથી મેળ નથી કરતી. જણાવી દઈએ કે કંગનાના મંડી લોકસભા સીટ કે પછી ચંડીગઢથી ચૂંટણી લડવાની ચર્ચાઓ છે. 

મંડીની રહેવાસી છે કંગના 
મહત્વનું છે કે ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત મૂળ મંડી જિલ્લાના સરકારઘાટ વિધાનસભા ક્ષેત્રથી ભાંબલા ગામની રહેવાસી છે અને તેમણે મનાલીમાં પોતાનું એક ઘર બનાવ્યું છે. તેમનો પરિવાર હવે મનાલીમાં જ રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ