બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Just like Swine Flu Coronavirus may see spike during winter aiims director

અલર્ટ / AIIMSના ડાયરેક્ટરે કહ્યું, કોરોનાના કેસ ભલે ઘટ્યાં પરંતુ હવે વધારે ચેતજો, કારણ કે...

Hiren

Last Updated: 03:12 PM, 23 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત દેશભરમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. પરિણામ તે છે કે દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે, પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગજની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે તો એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના કહેવા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં.

  • કોરોના શિયાળામાં સ્વાઈન ફ્લૂની જેમ ઝડપથી ફેલાઈ શકે છે
  • સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છેઃ ડો. ગુલેરિયા
  • પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથીઃ ડો. ગુલેરિયા

ડો. ગુલેરિયાએ ગંભીર ચેતવણી આપતાં કહ્યું કે સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પુરાવા છે કે વાયુ પ્રદૂષણ પણ કોવિડ-૧૯ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલાં અભ્યાસ કરવામાં આવ્યો છે. 

બીજી તરફ ડો. રણદીપ ગુલેરિયાએ આઈસીએમઆરના તે દાવા પર પણ પ્રતિક્રિયા આપી, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરપીથી કોરોનાથી થતાં મોતમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું કે આ ઉતાવળ હશે. હજુ અમારે વધુ ડેટાની રાહ જોવી જોઈએ. આઈસીએમઆરના અભ્યાસમાં જે દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી મોટા ભાગનામાં પહેલાંથી એન્ટિબોડી હતા. જો તમારામાં પહેલાંથી એન્ટિબોડી છે તો બહારથી તેને આપવાથી કોઈ ખાસ લાભ થતો નથી. 

તેમણે કહ્યું પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથી. અમારે તેનો ત્યાં ઉપયોગ કરવાનો છે જ્યાં તેની ખૂબ જરૂર છે. તે દાવો કરવો ખોટો છે કે તે બધાં માટે લાભકારી છે. કોરોનાથી આપણે શીખ્યાં છીએ કે સારવારમાં યોગ્ય સમયનું ખાસ મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ સફળતા ન મળી જાય ત્યાં સુધી બેદરકારી ન કરવી જોઈએ. જ્યાં સુધી આ કોરોના મહામારીની વેક્સિન ન આવી જાય, આપણે આ લડાઈને નબળી પડવા દેવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ