બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Junior doctors take a stand against the head of the medicine department of the civil hospital, see the complaint

આમને-સામને / જુનિયર તબીબોએ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગનાં વડા સામે માંડ્યો મોરચો, જુઓ કરી ફરિયાદ

Mehul

Last Updated: 05:17 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યમાં હાલ વિવિધ માંગોને લઈને જુનિયર તબીબો હડતાળ કરી રહ્યા છે ત્યારે જુનિયર તબીબોને હેડ દ્વારા ધમકી મળ્યાનો જુનિયર તબીબોએ આક્ષેપ કર્યો

  • જૂનીયર તબીબો અને વિભાગીય વડા સામ-સામે 
  • મેડિસીન વિભાગના હેડ ડો. ઉપાધ્યાય સામે આક્ષેપ 
  • જૂનીયર તબીબોએ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત 

ગુજરાત રાજ્યમાં હાલ વિવિધ માંગોને લઈને જુનિયર તબીબો હડતાળ કરી રહ્યા છે ત્યારે જુનિયર તબીબોને હેડ દ્વારા ધમકી મળ્યાનો જુનિયર તબીબોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદ સિવિલમાં હડતાળ પર ઉતરેલા તબીબોને ધમકી અપાયાના આક્ષેપ થઈ રહ્યા છે.

મેડિસીન વિભાગના વડા સામે આરોપ 

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં સપડાઈ છે.સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ જુનિયર ડોક્ટરોને કોઈપણ કારણ વગર હેરાન કરતા હોવાનો જુનિયર ડોક્ટરોએ આરોપ લગાવ્યો છે.સિવિલ હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ મેડિસિન વિભાગના હેડ ડૉ.કમલેશ ઉપાધ્યાય સામે ગેરવર્તન, માનસિક ત્રાસ આપવાની ફરિયાદ UGC અને  રેગિંગ કમિટીમાં કરી છે. જુનિયર ડોક્ટરોનુ કહેવુ છે કે ડૉ.કમલેશ ઉપાધ્યાય વારંવાર જુનિયર ડોક્ટરોને તેમના કેબિનમાં બોલાવીને નાપાસ કરવાની ધમકી આપતા હોય છે અને માનસિક ત્રાસ આપે છે.માટે તેમનુ રાજીનામુ લઈને બદલી કરવા જુનિયર ડૉક્ટરો માગ કરી રહ્યા છે. ત્યારે રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા ડૉ.કમલેશ ઉપાધ્યાયના વિરુદ્ધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

સોમવારથી સીનીયર તબીબોનું આંદોલન 

ગુજરાતમાં  તબીબી આંદોલન  વેગ પકડતું હોય તેમ  જુનિયર તબીબ બાદ સિનિયર તબીબો પણ 'હડતાલાસ્ત્ર' ઉગામી રહ્યા છે.જુનિયર તબીબોના ટેકામાં હવે સિનિયર તબીબો સોમવારથી હડતાળ પર ઉતરશે.સોમવારથી સીનીયર તબીબોની હડતાલનાં પગલે રાજ્ય સરકારનું 'ટેન્શન'વધી શકે છે. તો રાજ્યની સિવિલ હોસ્પીટલના દર્દીઓને હાલાકીનો ભોગ બનવું પડી શકે છે. જો કે, રાજ્યનો આરોગ્ય વિભાગ આ અંગે સતર્ક છે. 

હડતાલ પર ઉતારેલા તબીબોના આરોપમાં કેટલું તથ્ય છે અને ડો. ઉપાધ્યાય પર કરવામાં આવેલા આક્ષેપો કેટલી હદે યથાર્થ છે. તે અંગે હજુ પણ અટકળો ચાલી રહી છે.અને તબીબી વિધાર્થીઓ દ્વારા આ  અંગે ઉચ્ચ સમિતિમાં રજોઆત કરવમાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ