બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / વિશ્વ / joe biden house raid secret document white house -

અમેરિકા / પ્રેસિડેન્ટ જૉ બાયડનના ત્યાં પડ્યા દરોડા: ગુપ્ત દસ્તાવેજો મળી આવતા હડકંપ, સ્પેશ્યલ વકીલ કરશે તપાસ

Vaidehi

Last Updated: 06:30 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિનાં વકીલોએ બાઈડનનાં વિલમિંગટન અને રેહોબોથ બીચ, ડેલાવેયરનાં આવાસો પર દરોડા પાડ્યાં જ્યાંથી કેટલાક ગોપનીય દસ્તાવેજો મળી આવ્યાં છે.

  • પ્રેસિડેન્ટ જૉ બાયડનનાં આવાસ અને ઓફિસમાં પડ્યાં દરોડા
  • પર્સનલ ઑફિસમાંથી મળી આવ્યાં ગુપ્ત દસ્તાવેજો
  • સંભવત: દસ્તાવેજો ૨૦૦૯થી ૨૦૧૬ની વચ્ચેના

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બિડેનના નિવાસસ્થાનથી ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે. ડેલાવેરના વિલમિંગટનમાં તેમના ઘરેથી મળેલા દસ્તાવેજો ઓબામા પ્રશાસનના કાર્યકાળના છે. બિડેન ત્યારે ઉપરાષ્ટ્રપતિ હતા. વ્હાઇટ હાઉસે પણ તેની પુષ્ટિ કરી છે અને કહ્યું કે ઓછી માત્રામાં ગુપ્ત દસ્તાવેજ મળ્યા છે. બિડેનના ઘર ઉપરાંત વોશિંગ્ટન થિંક ટેન્કમાં પણ ગુપ્ત દસ્તાવેજ મળ્યા છે. હવે તેમની પાસે તપાસમાં સહયોગની અપેક્ષા રખાઇ રહી છે. 

રાષ્ટ્રપતિ બાઈડનને થયું આશ્ચર્ય
વાઈટ હાઉસનાં વિશેષ વકીલ રિચર્ડ સૉબરે કહ્યું કે વકીલોએ બુધવારે રાત્રે તપાસ પૂરી કરી લીધી. ન્યાય વિભાગનું કહેવું છે કે અટૉર્ની જનરલ મેરિક બી ગારલેન્ડ આ વિષયમાં પછીથી નિવેદન આપશે. આ અઠવાડિયાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ બાઈડને મેક્સિકોમાં સંવાદદાતાઓને કહ્યું કે તેમને આ જાણીને આશ્ચર્ય થયું છે કે કેટલાક વર્ગીકૃત દસ્તાવેજો તેમના નિજી કાર્યાલયમાંથી મળી આવ્યાં છે. 

બાઈડને તપાસમાં સહયોગ આપવાની બતાવી તૈયારી
રાષ્ટ્રપ્રમુખ બિડેને ગુપ્ત દસ્તાવેજો મળતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું  કે તેઓ તપાસમાં સહયોગ કરવા તૈયાર છે. અમેરિકી એટર્ની જનરલ મેરિક ગારલેન્ડના ગુપ્ત દસ્તાવેજો મળવાની તપાસ માટે એક વિશેષ વકીલ રોબર્ટ હુરની જાહેરાત કરી હતી. અમેરિકી મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે બિડેનના ઘર અને ઓફિસમાંથી મળેલા દસ્તાવેજો તેમના માટે મોટી શરમ ઉત્પન્ન કરી રહ્યા છે. 

દસ્તાવેજો ૨૦૦૯થી ૨૦૧૬ની વચ્ચેના
વ્હાઇટ હાઉસે કહ્યું કે ગોપનીય દસ્તાવેજ બિડેનના ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળના છે, જે વિલિમિંગટન, ડેલાવેરમાં તેમના ઘરના ગેરેજથી મળી આવ્યા છે. બિડેન આ ઘર પર ઘણી વખત વીકએન્ડમાં આવે છે. વોશિંગ્ટનમાં બિડેનની પર્સનલ ઓફિસથી જપ્ત થયેલા આ દસ્તાવેજો ૨૦૦૯થી ૨૦૧૬ની વચ્ચેના છે, જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસના વિશેષ વકીલ રિચર્ડ સોબરે એક નિવેદનમાં કહ્યું કે નવેમ્બર-૨૦૨૨માં પેન બિડેન સેન્ટરમાં સરકારી દસ્તાવેજો મળ્યા બાદ અને ન્યાય વિભાગની સાથે નિકટતાનો સમન્વય કરતાં રાષ્ટ્રપ્રમુખના વકીલોએ બિડેનના વિલમિંગટન અને રેહોબોથ બીચ, ડેલોવેર આવાસોની તલાશી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ