બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / JNU Attack ABVP and NSUI Worker congress ledar Rutvij Patel BJP

વિરોધ / કોંગ્રેસના નેતા બોલ્યાં, ઋત્વિજ પટેલ કાન ખોલીને સાંભળી લે લુખ્ખાગીરી કરી ને તો...

Divyesh

Last Updated: 01:21 PM, 7 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પાલડી વિસ્તારમાં આજરોજ JNU વિવાદની અસર જોવા મળી હતી. જેમાં NSUI અને ABVP ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ ઘર્ષણમાં ABVP અને NSUIના કેટલાંક કાર્યકર્તાઓને ગંભીર ઇજા પહોંચી છે. જેને લઇને બંને પક્ષો આમને-સામને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતાં જોવા મળ્યાં છે.

  • JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં થઇ
  • પાલડીમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
  • પાલડી ABVP કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આ ઘર્ષણને લઇને ABVP એ દલીલ કરી છે કે NSUI ના કાર્યકરો અમને મારવા આવ્યાં હતાં, જેને NSUI એ દલીલ કરતાં કહ્યું કે ABVP ના કાર્યકરોએ અમારા પર હુમલો કર્યો હતો. 

કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે ABVP પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ ગુંડાગીરી કરીને લુખ્ખાગીરી કરી છે. વિદ્યાર્થીઓએ ભણવું જોઇએ, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને રાજકારણનો અખાડો ન બનાવો જોઇએ. જયરાજસિંહ પરમારે કહ્યું કે રાજનીતિમાં ગુંડાગીરીને સ્થાન નથી, ભાજપ ખોટી સલાહો આપે છે. 

ભાજપના મહેશ કસવાલાએ કહ્યું કે કાર્યકર કોઇપણ પક્ષનો હોય કે NSUI ના હોય કે ABVP નો હોય, કાયદો કાયદાનું કામ કરશે. કાયદામાં જે નીતિ કે જે જોગવાઇ હશે તે કરવામાં આવશે. ગુજરાતને JNU નહીં બનવા દઇએ.

આજે NSUI અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણ મામલે બંને પક્ષોએ આમને-સામને દલીલ કરતા જોવા મળ્યાં.જેમાં ABVP એ દલીલ કરી કે NSUI ના કાર્યકરો અમને મારવા આવ્યા હતા. અમે બચાવની ભૂમિકામાં હતા. NSUIના કાર્યકરોએ અમારા પર હુમલો કર્યો. ABVP ના કાર્યકરો ક્યારેય હાથ ઉપાડતા નથી. 

જો કે ABVP ની દલીલ સામે NSUIએ દલીલ આપી હતી કે ABVP ના કાર્યકરોએ અમારા પર હુમલો કર્યો.  અમે શાંતિપ્રિય રીતે વિરોધ કરવા પહોંચ્યાં હતા. પોલીસે ABVPનો સાથ આપ્યો છે. ઋત્વિજ, પ્રદીપસિંહ વાઘેલાના કહેવાથી અમારા પર લાઠીચાર્જ થયો છે. અમારા પર દંડા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ