બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / jignesh mevani big statement on botad laththaakand

નિવેદન / બોટાદ લઠ્ઠાકાંડની તપાસ આ પોલીસ અધિકારીને સોંપવી જોઈએ : જીગ્નેશ મેવાણી

Kavan

Last Updated: 03:43 PM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતરફ ગુજરાતમાં દારૂબંધીની મસમોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે થયેલા લઠ્ઠાકાંડને કારણે દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. આ મામલે હવે જીગ્નેશ મેવાણીએ પણ ઝંપલાવ્યું છે.

  • લઠ્ઠાકાંડ મામલે જીજ્ઞેશ મેવાણીનું નિવેદન
  • ગરીબ પરિવારના લોકોના મોત થયા છે- મેવાણી
  • સરકાર 10 લાખની સહાય જાહેર કરે- મેવાણી
  • SP નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તપાસ થવી જોઇએ- મેવાણી

બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ એ કેમિકલ કાંડ હોવાનો ઘટસ્ફોટ થયો છે. FSL રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.  પોલીસે જપ્ત કરેલા દારૂના FSL રિપોર્ટમાં દારૂ નહી પણ કેમિકલ હોવાની સ્પષ્ટતા થઇ છે. K અને L નમૂનામાં મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 98.71 તથા 98.99 આવ્યું જ્યારે   ઇથાઇલ આલ્કોલોનું પ્રમાણ શૂન્ય આવ્યું. આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહત્વનું નિવેદ આપ્યું છે. 

SP નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તપાસ કરવી જોઈએ: મેવાણી 

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ગરીબ પરિવારના લોકોના મોત થયા છે અને મૃતકોના પરિવારજનોને સરકારે 10 લાખની સહાય આપવી જોઈએ. આ સાથે જ તેમણે વધુમાં એમપણ જણાવ્યું હતું કે, આ ઘટનાની SP નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તપાસ થવી જોઇએ. 

બુટલેગરને કેમિકલ પહોંચાડનાર પીન્ટુની ધરપકડ

તો આ તરફ બુટલેગરને કેમિકલ પહોંચાડનાર આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે.  જયેશે પીન્ટુને ફેક્ટરીમાંથી કેમિકલ આપ્યુ હતું અને પીન્ટુએ બરવાળા અને ધંધુકાના બુટલેગરોને કેમિકલ આપ્યુ હતું.  પોલીસે આ મામલે પીન્ટુ ગોરવાની પણ ધરપકડ કરી છે. 

14 બુટલેગરો સામે ગુનો દાખલ, 5ની ધરપકડ

તો સમગ્ર ઘટનાના તાર અમદાવાદ સાથે પણ જોડાયેલા છે.અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલીA MOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.. કેમિકલ બુટલેગર સુધી પહોંચાડ્યા બાદ તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા.  કેમિકલ યુક્ત દારૂ પીવાથી 31 લોકોના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરાઇ. ગજરાબેન અને લાલા, જયેશ અને મુખ્ય આરોપી  પિન્ટુ ગોરવાની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે 14 બુટલેગરો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કલમ 302, 308, 120 મુજબ દારુમાં કેમિકલ ભેળવી મોત નિપજાવ્યાનો ગુનો નોંધ્યો છે. 

 

સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસમાં જોડાઇ 

બોટાદના બરવાળામાં કથિત લઠ્ઠાકાંડ મુદ્દે તપાસમાં વધુ એક ટીમ જોડાઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ પણ તપાસમાં જોડાઇ.  સ્ટેટ મોનિટરિંગ સેલના ઈન્ચાર્જ નિર્લિપ્ત રાય બરવાળા પહોંચ્યા. તો આ તરફ બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં SP દ્વારા  મહિલા ASI યાસ્મીન સસ્પેન્ડ કરાયા.  દારૂ મામલે હપ્તાના સેટિંગ કરવા અંગે ઓડિયો વાયરલ થયો હતો જે મામલે પહેલા ASIની બદલી કરાઈ હતી અને હવે જિલ્લા પોલીસ વડાએ મહિલા ASIને સસ્પેન્ડ કર્યા.

સરકાર રોજિદ ગામમાં કડક કાર્યવાહી કરે: કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલ

બોટાદ લઠ્ઠાકાંડ મામલે ધંધુકાના ધારાસભ્ય બરવાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ ગોહિલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જ્યાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'સરકાર રોજિંદ ગામમાં કડક કાર્યવાહી કરે. અત્યાર સુધી તંત્રએ કોઇ કાર્યવાહી નથી કરી. સરકારને જગાડવા માટે અનેક પ્રયાસો કરાયા. સરકાર દારૂબંધીનો કડક અમલ કરાવે.'

 

બરવાળા અને ધંધુકા નજીકના ત્રણ ગામમાં લોકોના મૃત્યુ

કથિત લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુઆંક વધીને 31 થયો છે. જેમાં બરવાળા અને ધંધુકા નજીકના ત્રણ ગામમાં લોકોના મૃત્યુ થયા છે. જેમાં વહિયા, ભીમનાથ અને ખરાડમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.  જેમાં સૌથી વધારે રોજીદ ગામમાં 9 લોકોના મૃત્યુ થયા છે.


 

ઝડપાયેલા આરોપીઓના નામ

૧ ગજુબેન વડદરિયા, રહેવાસી - રોજીંદ, બરવાળા 
૨ પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
૩ વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
૪ સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
૫ હરેશ આંબલિયા, રહે. ધંધુકા
૬ જટુભા લાલુભા, રહે. રાણપરી
૭ વિજય પઢિયાર, રહે. રામપરા
૮ ભવાન નારાયણ, રહે. વેયા
૯ સન્ની રતિલાલ, રહે. પોલારપુર
૧૦ નસીબ છના, રહે. ચોકડી
૧૧ રાજુ, રહે. અમદાવાદ 
૧૨ અજીત કુમારખાણીયા, રહે. ચોકડી 
૧૩ ભવાન રામુ, રહે. નભોઈ
૧૪ યમન રસીક, રહે. ચોકડી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ