જામનગર: વીજ જોડાણમાં ફેરફાર ન થતાં ખેડૂતે કર્યો આપઘાત

By : vishal 10:02 PM, 16 May 2018 | Updated : 10:02 PM, 16 May 2018
સૌરાષ્ટ્રમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જામનગરના વાગુદળ ગામે મનસુખ ભુતના નામના ખેડૂતે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વીજ જોડાણમાં ફેરફાર નહી થતાં ખેડૂતે આપઘાત કર્યો હતો.

જોકે ખેડૂતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હોવા છતાં વીજ જોડાણ ખેડૂતને મળ્યું ન હતું, અને ખેડૂત પાસે બિયારણ ખરીદવાના પણ પૈસા ન હતા. જે કારણોસર ખેડૂતે ગળાફાંસો ખાતા પહેલા ચાર પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી. સ્યુસાઈડ નોટમાં વાડીમાં વીજ જોડાણમાં ફેરફાર નહી થવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે ખેડૂતના આપઘાતની ઘટનાથી મસમોટી વાતો કરતી રાજય સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ સરકાર કહે છે કે, ખેડૂતોને કોઇ તકલીફ નથી. તો આ ખેડૂતો કેમ આપઘાત કરી રહ્યા છે.

આપઘાત કરનાર ખેડૂતે વીજ જોડાણ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. છતાં અધિકારીઓએ ખેડૂતની રજૂઆત કેમ ન સાંભળી/ કેમ અધિકારીઓએ રજૂઆતથી કોઇ પગલા ન લીધા? શું અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતોની આવી સમસ્યા હશે? આવા અનેક સવાલો ઉભા થાય છે. Recent Story

Popular Story